Proud of Gujarat
FeaturedGujaratINDIA

“પહેલ” યોજના અંતર્ગત  રાષ્ટ્રીય કક્ષાનો  સ્કોચ ગોલ્ડન  એવોર્ડ અમદાવાદ ડી.ડી.ઓ ને અપાયો

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

 અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુને કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલના હસ્તે નવી દિલ્હી ખાતે એવોર્ડ અપાયો.
સમગ્ર ગુજરાત રાજ્યમાં  વિદ્યાર્થીનીઓના ડ્રોપ આઉટ ઘટાડવા તથા  વિદ્યાર્થીનીઓની સંખ્યા  વધારવા  માટે પ્રથમ વખત અમદાવાદ જિલ્લામાં પહેલ કરવામાં આવેલ છે તે ખૂબ જ મહત્વના પ્રોજેક્ટ માટે  અમદાવાદ જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુને ‘પહેલ’ યોજના અંતર્ગત SKOCH  સ્કોચ ગોલ્ડન  એવોર્ડ કેન્દ્રીય માનવ સંશાધન મંત્રી રમેશ પોખરિયાલના હસ્તે નવી દિલ્હી ખાતે આપવામાં આવ્યો હતો.
સ્કોચ ગોલ્ડન  એવોર્ડ ધોરણ  આઠ થી  દસમા અભ્યાસ કરતી દીકરીઓને તેમના માસિક પીરીયડને લઈ ‘પહેલ’ યોજના હેઠળ સેનટરી નેપકીન આપી આરોગ્ય સુરક્ષામાં વધારો  કરવાની સાથે અભ્યાસમાં નિયમિતતા લાવવાની ઉત્કૃષ્ટ કામગીરી માટે આપવામાં આવ્યો હતો.   જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુના માર્ગદર્શન હેઠળ  ‘પહેલ’  યોજનાનો અસરકારક  રીતે અમલ કરાવવામાં આવતા માસિક પીરીયડને લઈ થતા ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા  તેમજ અભ્યાસમા નિયમિતતા વધારો થયો હતો. સાથોસાથ અભ્યાસ કરતી દીકરીઓની આરોગ્ય સુરક્ષા પણ વધી છે. દિલ્હી ખાતે આ એવોર્ડ વિતરણ સમારંભ માં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવ તથા હેલ્થ ટીમના મેં.ઓ.ડો.સ્વામી કાપડિયા ઉપસ્થિત રહ્યા હતા.અત્રે ઉલ્લેખનીય છે પહેલ પ્રોજેક્ટ હેઠળ સેનેટરી નેપકીન તથા વપરાયેલા પેડ ના યોગ્ય નિકાલ ની વ્યવસ્થા માટે વેન્ડીગ મશીન ઇનસીનરેટર સાથે અમદાવાદ ની 40 શાળાઓ માં આપવા માં આવેલ છે. જેથી શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને  માસિક ધર્મ દરમ્યાન ઉદભવતી તકલીફોનો  સામનો કરવો ના પડે અને અભ્યાસમાં સંપૂર્ણ ધ્યાન કેળવી સર્વાંગી વિકાસ સાધી શકે. સમગ્ર જિલ્લામાં સી.ડી.એચ.ઓ.ડો.શિલ્પા યાદવ અને હેલ્થ ની સમગ્ર ટીમ ની ક્ષેત્રીય કામગીરી દરમ્યાન જાણવા મળેલ કે કિશોરીઓ માસિક ધર્મમાં આવે છે ત્યારે શરમ અને સંકોચ અને સાચી જાણકારી ના અભાવે શાળા માંથી અભ્યાસ છોડી દે છે. જો આ કિશોરીઓ માસિક ધર્મ બાબતની સાચી જાણકારી અને સેનેટરી પેડ આપવામાં આવે તો આવી કિશોરીઓ ને અભ્યાસ છોડતા અટકાવી શકાય તેથી આ બાબતનો પ્રોજેકટ તૈયાર કરી ને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.શિલ્પા યાદવે જિલ્લા વિકાસ અધિકારી અરુણ મહેશ બાબુ સમક્ષ રજુ કરેલ અને કિશોરીઓના ડ્રોપ આઉટ ને રોકવા માટે અને કિશોરીઓ અભ્યાસ ચાલુ રાખે તે માટેના આ મહત્વના પ્રોજેકટ ને ડીડીઓ અરુણ મહેશ બાબુ એ સમગ્ર જિલ્લા માં અમલ માં મુકેલ હતો.
 

Advertisement

Share

Related posts

લીંબડીમાં લેકયુ રોડ પર હોર્ડીંગ રાહદારી પર પડતાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત

ProudOfGujarat

વડોદરા જિલ્લાનાં શિનોર તાલુકાનાં દીવેર ગામે આવેલી પ્રાથમિક શાળાનાં કંપાઉન્ડમાં એક યુવકની લાશ લટકતી હાલતમાં જોવા મળતા ચકચાર મચી જવા પામી હતી.

ProudOfGujarat

ભરૂચ : ગાંધી નિર્વાણ દિન નિમિત્તે નેહરુ યુવા કેન્દ્ર, નગરપાલિકા અને જન શિક્ષણ સંસ્થાનનાં સંયુકત ઉપક્રમે વાલ્મીકિ વાસમાં શ્રમદાન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!