Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાતનપોર પાસે રમણીય વિસ્તાર માં આવેલા બાવાગોર દરગાહ નો ચસ્મો વધાવવામાં આવ્યો દરગાહ ના પહાડ પર ભવ્ય મેળો ભરાયો.

Share

ભરુચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રતનપુર ગામ નજીકના પહાડ પર આવેલ સુફી સંત હઝરત બ‍ાવાગોર ની દરગાહ નો ચસ્મો (પાણી નો કુંડ)વધાવવાની ધાર્મિક વિધી આજરોજ કરવામાં આવી. ઉલ્લેખનીય છેકે આ ચસ્મો એટલેકે પાણીનો કુંડ હઝરત બાવાગોર દાદાના સમયથી ૮૦૦ વર્ષોથી ઝગડિયાથી થોડાજ કિલોમીટર રાતનપોર ગામની અંદર અંદાજિત ત્રણ કિલોમીટર પહાડો ની વચ્ચે સુંદર હરિયાળી વિસ્તારમાં પર આવેલ છે.દરવર્ષે ભાદરવા મહિનાના છેલ્લા ગુરુવારે ફુલ ધાણી અને નાળિયેર થી પરંપરાગત ચસ્મો વધાવવાની રસ્મ અદા કરવામાં આવે છે. આ પ્રસંગે હઝરત કમાલુદ્દિન બાબા-વડોદરા અને અત્રેના સજ્જાદાનશીન હઝરત જાનુબાપુ ની ઉપસ્થિતિ મ‍‍ાં દરવર્ષે ચસ્મો વધાવવાની વિધિ અદા કરવામાં આવે છે.
આજરોજ તા.૨૬ મી સપ્ટેમ્બર ના રોજ ચસ્મો વધાવવાના દિવસે ભરૂચ જિલ્લા સહીત ભારતભરમાંથી મુસ્લિમ શ્રધ્ધાળુઓ સહીત હિન્દૂ શ્રદ્ધાળુ પણ મોટી સંખ્યા માં આ દરગાહના દર્શનાર્થે ઉમટ્યા હતા.ચસ્મો વધાવવાના દિવસે ભવ્ય મેળાનું આયોજન કરવામાં આવે છે.. જ્યાં મોટી સંખ્યા માં લોકો દર્શન સાથે મેળા નો પણ આનંદ માણે છે.
દરગ‍ાહના ટ્રસ્ટીઓ જાનુબાપુ ઇસ્માઇલભાઇ અનેદરગાહ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ સહુનો આભાર માનવામાં આવ્યો હતો.. ઝાકીરભાઇ તેમજ વ્યવસ્થાપકો દાદુમિયા જુમ્મામિય‍‍ા અબ્દુલશકુર અને યાસીનમિયા દ્વારા સુંદર વ્યવસ્થા નું આયોજન કરવામાં આવ્યુ હતું.

Advertisement

Share

Related posts

જુનાગઢ : માંગરોળનાં શ્રીરામ મંદિરે અયોધ્યાથી આવેલ પુજીત અક્ષત કળશનું સ્વાગત કરાયું

ProudOfGujarat

સુરતનાં લીંબયાત વિસ્તારનાં ગોડાદરામાં અસામાજિક તત્વો આતંક મચાવી રહ્યા હોવાથી લીંબાયત પોલીસ મથકમાં ફરિયાદ કરવા છતાં કોઈ કાર્યાવાહી ન થતા સ્થાનિક રહીશોમાં રોષ જોવા મળ્યો હતો.

ProudOfGujarat

ભરૂચ શહેરમા તસ્કરો એ ઘૂમ મચાવી… ફરી એક દુકાનમાં ચોરી નો બનાવ બનતા વેપારીઓમા ફફડાટ…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!