Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝગડિયા જી આઈ ડી સી ના અસર ગ્રસ્ત ગામો મળવાપાત્ર ગ્રાન્ટો થી વંચિત કેમ? તંત્ર નું દુર્લક્ષ્ય કે પ્રજા માં જાણકારી નો અભાવ?

Share

   RTI માં ખુલાશો : ૫ કરોડ થી વધુ રકમ જમા અને ખર્ચ એક રૂપિયો પણ નહી. સામાજિક સંગઠન નો આક્ષેપ “ગામો ને વિકસિત પ્લોટ ની ફાળવણી” ‘નોટિફાઇડ ગ્રાન્ટ” અને “CSR ફંડ” નો યોગ્ય ખર્ચ યોગ્ય જગ્યાએ થતો નથી.
ભરૂચ જીલ્લા ની ઝગડિયા જીઆઈ ડી સી ની સ્થાપના ૨૭/૦૫/૨૦૧૦ ના જાહેર નામા ની પ્રસિદ્ધિ થી કરવામાં આવી જેમાં ઝગડિયા તાલુકા ના કપલસારી, લીમેટ, સેલોદ, દધેડા, રંદેરી, તાલોદરા અને ફૂલવાડી એમ ૭ ગામો ની કુલ ૧૮૩૮ હેક્ટર જમીન સંપાદન કરવામાં આવી હતી આમ ઝગડિયા જી.આઈડીસી ની સ્થાપના ને ૯ વર્ષ થી વધુ થયા છે. અનેક મોટી મોટી કંપનીઓ ની સ્થાપના થયે ને પણ વર્ષો થઈ ગયા છે. અને નીર્દીસ્ત વિસ્તાર (નોટીફાઈડ એરિઆ) ૧૯૧૭/૧૮ માં જાહેર કરી દેવા માં આવી હતી આમ નીર્દીસ્ત વિસ્તાર જાહેર થયા ને અને કચેરી સ્થપાયા ને પણ બે વર્ષ થી વધુ થયું છે.
સરકારી પરિપત્ર મુજબ આ સંપાદિત થયેલ વિસ્તાર ની મેહ્સુલ ની આવક માંથી ૩૩% રકમ જેતે ગામ ને તે ગામ ના સંપાદિત વિસ્તાર મુજબ તે રકમ વિકાસ અર્થે ફાળવવા ની હોય છે અને તેને નોટીફાએડ વિસ્તાર ની સર્વગ્રાહી સમિતિ ના ખાતા માં જમા કરવાની હોય છે અને એ જમા રકમ જે તે ગામો ની માંગણી મુજબ (ઠરાવ મુજબ) તે ગામ ના વિકાસ માં ખર્ચ કરવાનો હોય છે.
આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલ ના જણાવ્યા મુજબ “ અમોએ માહિતી અધિકાર અધિનિયમ ૨૦૦૫ મુજબ ની માંગેલ માહિતી ના જવાબ માહિતી અધિકારી , (નીર્દીસ્ત વિસ્તાર અધિકારી) નીર્દીસ્ત વિસ્તાર કચેરી ઝગડિયા એ અમોને સ્પસ્ટ જણાવ્યું છે કે આજ સુધી વિકાસ અર્થે કોઈ રકમ ખર્ચ થઇ નથી કુલ પ૧૫૩૪૦૦૦=૦૦(પાચ કરોડ પંદર લાખ ચોત્રીશ હજાર રુપયા ) જમા છે. આમ કાયદા મુજબ જમીન ગુમાવનાર ગામો ના વિકાસ ના કામો થયા નથી અને આ રીતે જમીન ગુમાવનાર ગામો સાથે અન્યાય થઈ રહ્યું છે અને કાયદા નું ઉલ્લંઘન થઈ રહ્યું છે અને અમો તંત્ર ને માંગણી કરીએ છીએ કે તાત્કાલિક અસર થી આ રકમ  ગ્રસ્ત ગામો ને ફાળવવા માં આવે  અને આ બાબતે અમોએ નીર્દીસ્ત વિસ્તાર અધિકારી ને પૂછતા તેમને જણાવ્યું હતું કે મેં એક મહિના પેહલા જ ચાર્જ લીધો છે અને જો કોઈ ગામો ની માંગણી આવશે તો અમો ખર્ચ કરીશું”
  ગ્રામ પંચાયતો ના અધિકારીઓ અને પદાધિકારીઓ આ બાબતો થી અજાણ જ છે.તેથી નીર્દીસ્ત વિસ્તાર અધિકારીએ પત્રો દ્વારા આ જમીન ગુમાવનાર ગ્રામ પંચાયતો ને જાણ કરવી જોઈએ અને તેમના વિકાસ ના કામો ની યાદી ની માંગણી કરવી જોઈએ.અને વિકાસ ના કામો કરવા જોઈએ.
  આવી જ રીતે દરેક કમ્પનીએ CSR= કોર્પોરેટ સોસીયલ રીસ્પોન્સીબીલીટી ( ઓદ્યોગિક સમૂહો ની સામાજિક જવાબદારી) ખાતે નફા ના બે ટકા રકમ ખર્ચ અસરગ્રસ્ત ગામો ના વિકાસ ,આરોગ્ય,શેક્ષણિક અને સ્વચ્છતાના ના કામો માં ખર્ચ કરવાનું હોય છે . આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ ના સલીમ પટેલે જણાવ્યું હતું કે “ અમોએ કલેકટર સાહેબ ભરૂચ ને લેખિત આવેદનો આપી કંપનીઓ ના CSR ફંડ ના ઓડીટ ની માંગણી કરી છે કે જેમાં કાયદા મુજબ કેટલો ખર્ચ કરવાનો હોય છે? કેટલો કરેલ છે ? અને અગત્યનું કે એ ખર્ચ ક્યાં કરેલ છે? અમારી જાણકારી મુજબ કેટલીક કંપનીઓ ના પ્લાન્ટ ભરૂચ જીલ્લા માં અને CSR રાજ્ય બહાર કરતા હોય છે અથવા પોતાનાજ ટ્રસ્ટ માં CSR નો ખર્ચ બતાવતા હોય છે જે સેદ્ધાંતિક રીતે ખોટું છે. વાસ્તવ માં અસરગ્રસ્ત અને પ્રદુષણ સહન કરતા આસપાસ ના વિસ્તાર માં આ ખર્ચ થવો જોઈએ”.
ગુજરાત સરકાર ની યોજના મુજબ ઓદ્યોગિક વસાહત ની સ્થાપના માં અસર ગ્રસ્ત ગામો ને જી આઈ ડી સી તરફથી વિકસિત પ્લોટ ની ફાળવવાની હોય છે જેથી અસર ગ્રસ્ત ગામ એ વિસ્તાર માં હોસ્પિટલ, શાળા-કોલેજ, રમતગમત ના મેદાન કે ગામની જરૂરિયાત મુજબ એ પ્લોટ નો ઉપયોગ કરી શકે છે પરંતુ ઝગડિયા જીઆઈડીસી ના અસરગ્રસ્ત ગામો ને આ લાભ મળ્યું નથી.
આમ ઝગડિયા જી આઈ ડી સી નો જે રીતે વિકાસ થયો છે.  એવો આ વિસ્તાર  વિકાસ થયો નથી અને તેની સામે અહીયા ના વરસાદી કાશો માં પ્રદુષિત પાણી છોડવાના કે વાયુ પ્રદુષણ ના અને ગેરકાયદે વેસ્ટ નિકાલ ના અનેક અનેક બનાવો બનતા આવ્યા છે. કેટલાક કિસ્સા ઓ માં તો પર્યાવરણ ને થતા નુકસાન ની નોધ પણ લેવાતી નથી. આજે આ બહુમતી આદિવાસી વિસ્તાર શિક્ષણ, આરોગ્ય,સ્વચ્છતાના અને રોજગારી ના ક્ષેત્રે ઘણો પાછળ છે. અને કાયદા મુજબ મળવા પાત્ર હકો થી પણ વંચિત છે. આ સંપાદિત  વિસ્તાર ના ઘણા તળાવો, કોતરો અને ગોચરણો આજે દેખાતા નથી અને કાયદા મુજબ આ ખુલ્લા જ હોવા જોઈએ ત્યાં કોઈ નું દબાણ ના હોવું જોઈએ અને થયું હોય તો એ દુર કરવા ની જવાબદારી ઝગડિયા જી આઈ ડી સી ની છે. પરંતુ ઝગડિયા જી આઈ ડી સી મોટો વિસ્તાર હોવા છતાં અહિયાં ના મોટા ભાગના અધિકારીઓ અંકલેશ્વર અને ભરૂચ ની કચેરીઓ માં જ બેસે છે. માહિતી અધિકારી ની કચેરી  પણ ભરૂચ રાખવામાં આવેલ છે જે સેદ્ધાંતિક રીતે ખોટું અને આ વિસ્તાર ને અન્યાય છે. પ્રજા કે પદાધિકારીઓ એ કોઈ રજૂઆત કરવી હોય તો દુર સુધી જવું પડે છે ઝગડિયા ની જી આઈ ડી સી અને નોટીફાઈડ ની ઓફીસ માં ગણ્યા-ગાંઠ્યા કર્મચારીઓ જ હાજર છે.
  અહિયાં મોટા ઉદ્યોગ ગૃહો વર્ષો થી કાર્યરત છે અને નવા નવા ઉદ્યોગો ની સ્થાપના થઈ રહી છે .ત્યારે ઉદ્યોગ ગૃહો ના સમૂહો એ સામાજિક દાઈત્વ સ્વીકારી આવિસ્તાર માં વિકાસ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ અંકલેશ્વર અને પાનોલી ઓદ્યોગિક વસાહતો ના અસર ગ્રસ્ત ગામો ને જે લાભ મળે છે એ જ લાભ ઝગડિયા જી આઈ ડી સી ના અસર ગ્રસ્ત ગામો ને પણ મળવું જોઈએ અને આ બાબત માં ન્યાય અપાવવા સામાજિક સંગઠનો સક્રિય થયા છે અને તેઓ રજુઆતો પછી જો યોગ્ય ન્યાય ના મળશે તો અન્ય કાનૂની વિકલ્પ સાથે લડત આપવાની ચીમકી આપી રહ્યા છે.
 

Advertisement

Share

Related posts

વિદેશી દારૂના જથ્થા સાથે બે આરોપીને ઝડપી પાડતી ડીંડોલી પોલીસ

ProudOfGujarat

લોકડાઉનનાં સમયથી કોર્ટને લાગ્યું ગ્રહણ : કોર્ટ પ્રેકટીસનરોની હાલત કફોડી….

ProudOfGujarat

ભરૂચ : મઢુલી સર્કલ પાસેથી થયેલ બાઇક ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી એક વ્યક્તિને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!