Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપળા નગર પાલિકા દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક વાપરનાર કે વેચનાર વેપારીઓ પર તવાઈ 

Share

રાજપીપળા નગરપાલિકા ની પ્લાસ્ટિકની થેલી ના વેપારી ત્યાં તવાઇ બોલાવી..
50 માઇક્રોનથી ઓછી ગુણવતા વાળી પ્લાસ્ટીક થેલી વાપરનાર વેપારીના ચેકીંગ માં 175 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરી 3500/-  રૂ .નો દંડ વસુલાત ફફડાટ 
જોકે વારંવાર ચેકીંગ,દંડ અને કડક સૂચના બાદ પણ કેટલાક વેપારીઓ સુધરતાં ન હોય હવે આકરા પગલાં લેવાય તેવી સંભાવના 

રાજપીપળા:આરીફ જી કુરેશી

Advertisement

રાજપીપળા : રાજપીપળા નગરપાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યાની સૂચના મુજબ પાલિકાની ટિમ  સોમવારે રાજપીપળા શહેરની પ્લાસ્ટિકની વસ્તુઓ વેચાણ કરતી તમામ દુકાનો ઉપર આકસ્મિક ચેકીંગમાં હાથ ધર્યું જેમાં પ્રતિબંધિત પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરતા વેપારીઓની દુકાનો પરથી કેટલોક પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો મળતા એ જપ્ત કરી વેપારી પાસે દંડ વસુલ કરતા ફફડાટ ફેલાયો હતો.

50 માઈક્રોન થી ઉપરના પ્લાસ્ટિકનું વેચાણ માન્ય હોય તેનાથી નીચેના પ્લાસ્ટિક બનાવટની વસ્તુઓનું વેચાણ કરનારા અમુક વેપારીઓને ત્યાં અગાઉ પાલિકાની ટીમે આ રીતે સરપ્રાઈઝ ચેકીંગ કરી કડક સૂચના આપી હતી છતાં આ પૈકી કેટલાક વેપારીઓ 50 માઇક્રોન થી ઓછી ગુણવત્તા વાળી પ્લાસ્ટિકની થેલીઓ સહિતની વસ્તુઓનું વેચાણ કરતા હોય પાલિકા ટીમે ફરી અચાનક ચેકીંગ હાથ ધર્યું જેમાં અમુક વેપારીઓને ત્યાં પ્રતિબંધિત પ્લાસ્ટિક થેલીનો 175 કિલો જેવો જથ્થો જપ્ત કરી 3500/- રૂ.નો દંડ વસુલ કરતા નિયમનું પાલન ન કરતા વેપારીઓમાં પાલિકાના ચીફ ઓફિસર અમિત પંડ્યા દ્વારા કરાયેલી આ કડક કાર્યવાહી થી ફફડાટ ફેલાયો જોવા મળ્યો હતો..


Share

Related posts

HAPPY BIRTHDAY M.S.DHONI. : ધોનીનાં જીવનમાં 7 નંબર અંકનું શું છે મહત્વ ? જાણો.

ProudOfGujarat

ભરૂચના CHC/ PHC માં તાત્કાલિક અસરથી ચાંદીપુરા વાયરસની લેબ શરૂ કરવા કોંગ્રેસ આગેવાન સંદીપ માંગરોલા ની મુખ્યમંત્રી સમક્ષ માંગ

ProudOfGujarat

पौरशपुर’ में मिलिंद सोमन का ‘नोज़-रिंग और बिंदी’ लुक दर्शकों का ध्यान खींच रहा है !

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!