પંચમહાલ રાજુ સોલંકી
કહેવાય છેકે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી.આ ઉક્તિને સાર્થક કરીછે દક્ષિણ ભારતના આર થંગરાજાજી.શરીરે દિવ્યાંગ હોવા છતા યુવાન કન્યાકુમારીથી લેહ જવા નીકળ્યા છે.અને ત્યાથી પાછા કન્યા કુમારી જશે.વાત એમ છે.
વિવેકાનંદ કેન્દ્ર કન્યાકુમારીના સ્ટાફના સભ્ય આર.થંગરાજા મંગળવારે ગોધરાના મહેમાન બન્યા હતા.ત્યા તેમનુ શહેરની વિવેકાનંદ સંસ્થા ના કાર્યકરો દ્રારા ફુલહારથી સ્વાગત કરવામા આવ્યુ હતુ.આર થંગરાજા
ભારત પરિક્રમા કરવા નીકળ્યા છે,જેમા 11 સપ્ટેમ્બરના રોજ કન્યાકુમારીથી વિવેકાનંદ રોક મેમોરિયલના સંદેશાને તેના 50 વર્ષ પૂરા થવા પર આ યાત્રા શરુ કરી છે,પોતે દિવ્યાંગ હોવા છતા મનને અડગ બનાવી તે પોતાના ધ્યેય પર મક્કમ છે.શારીરિક રીતે પડકારજનક હોવા છતાં, તેમનો ઉત્સાહ, સાહસની ભાવના જોવા મળી રહી છે. કન્યાકુમારીથી લેહથી ઇટાનગરથી કન્યાકુમારી તમામ રાજ્યોના તમામ રાજધાનીઓની મુલાકાત લેશે.ગામ એઝુસત્તુપ્ટ્ટુ, કન્યાકુમારીના રહેવાસી અને 2008 માં વિવેકાનંદ કેન્દ્રમાં જોડાયા.તેઓ ઇલેક્ટ્રોનિક્સ અને કોમ્યુનિકેશન એન્જિનિયરિંગ (E C E) માં ડિપ્લોમા ભણ્યા છે.વિવેકાનંદ કેન્દ્રના માહિતી કેન્દ્ર, કન્યાકુમારી રેલ્વે સ્ટેશનમાં કારકુન તરીકે સેવા આપે છે.
તેઓ અગાઉ પણ આ
પ્રકારની યાત્રા કરી ચૂકયા છે,જેમા કન્યાકુમારીથી ચેન્નાઈ, રામેશ્વરમ, પોંડીચેરી (ટ્રાઇસિકલમાં), કોલકાતાથી કન્યાકુમારી, ઓડિશા, આંધ્રપ્રદેશ (ટ્રાઇસિકલમાં), ટિમ્ટાલાથી કન્યાકુમારી, હૈદરાબાદ, બેંગલુરુ, કોડુંગલુર થઈ, (સુધારેલ ટુ વ્હીલર),સિસ્ટર નિવેદિતાનો જન્મ શતાબ્દી ઉજવણીના ભાગરૂપે કન્યાકુમારીથી દાર્જીલિંગ,નાગપુર, કોલકાતા, સિલિગુરી નો પ્રવાસ ખેડ્યો છે.હાલ તેઓ ૩૦૦૦ સૂધીનો પ્રવાસ ખેડી નાખ્યો છે.તેઓએ ગોધરાની શ્રી ગોવિંદગૂરૂ યૂનિવર્સિટીની પણ મૂલાકાત લીધી હતી.અને વીસી પ્રતાપસિંહ ચૌહાણે સહિત યૂનિના અન્ય હોદ્દેદારોએ તેમનૂ સ્વાગત કર્યૂ હતૂ. ગોધરામાં મધ્યપ્રદેશ તરફ જવા રવાના થયા હતા.