ગુલામ હુશૈન ખત્રી રાજપારડી 23-09-19
ઝઘડીયાના રાજપારડી ગામે ગઇકાલે સાંજે સાંબેલાધાર ભારે વરસાદ ખાબકતા વરસાદી નદી નાળાઓમાં પુરની પરિસ્થિતિનુ નિર્માણ થવા પામ્યુ હતુ ત્યારે રાજપારડીમાંથી પસાર થતી નાની કોતરડીમાં વરસાદી પાણી ભારે પ્રવાહમાં આવતા કોતરડીની નજીક આવેલ વિજ થાંભલો આકસ્મિક તણાયો હતો વિજ થાંભલો તણાતા પિપદરા,કૃષ્ણપરી,વણાકપોર તેમજ રાજપારડી નગરના અડધા વિસ્તારમાં વિજળીનો પ્રવાહ બંધ થવા પામ્યો હતો વિજળી વિભાગને વિજ થાંભલો તણાયાની માહિતી મળતા વિજળી કંપનીના અધિકારીઓ સહિત કર્મચારીઓનો કાફલો તાકીદે ઘટના સ્થળે પહોચ્યો હતો અને નગરમાં અન્ય વિજરેષાઓમાં પ્રવાહ હોઇ તેવા વિજ રેષાઓમાં કનેક્ટ કરીને તુરંત રિપેરિંગ કામ હાથ ધર્યુ હતુ જેના પગલે ટુંક સમયમાં વિજળીનો પ્રવાહ રાબેતા મુજબનો થયો હતો વિજળી કંપનીના કર્મચારીઓએ મોડી રાત સુધી રિપેરિંગ કામ કરતા લોકોને આખી રાત વિજળીના પ્રવાહ વગર અંધારા ઉલેચવામાંથી મુક્તિ મળીછે વધુમાં મળેલ વિગતો મુજબ આ ઘટનાના બીજા દિવસે તણાયા વિજ થાંભલાની જગ્યા નવા વિજ થાંભલા ઉભા કરવાની કામગીરી પુરજોશમાં ચાલુ હોવાની વિગતો પ્રાપ્ત થવા પામીછે