તાજેતરમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગના એક ફતવાને પરિણામે રાજ્યના તમામ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ અંતર્ગતના શિક્ષકોને ‘online’ નો એક ભય સતાવી રહ્યો છે અને શિક્ષકોને એક નવી કામગીરી સોપી દેવાતા શિક્ષકો ‘online’ થવાના ચક્કરમાં રાજયભરમાં શિક્ષક ‘offline’ થઇ રહ્યું હોવાનું શિક્ષકોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે અને અનેક કામગીરીઓના ભારણ હેઠળ અટવાયેલા શિક્ષક હવે આ નવા ભાર હેઠળ આવતા કેટલાય શિક્ષકો V.R.S નો વિકલ્પ પકડવાની તૈયારી કરી રહ્યા છે.
તાજેતરમાં રાજ્યની જિલ્લા પંચાયત હેઠળની પ્રાથમિક શાળાના શિક્ષકોની હાજરી, કામગીરી જેવી તમામ પ્રક્રિયા ‘online’ કરવાનો પરિપત્ર પાઠવવામા આવ્યો છે. જેથી શિક્ષકે શાળામાં પહોચ્યાં બાદ વિધાર્થીઓના ભણતરનું તો પછી પણ પોતાની હાજરીની નોંધ લેવાય તે માટે પ્રથમ તો નેટવર્ક અને સર્વરની ચિંતા કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે અને આ પરિપત્ર અનુસાર જે તે શાળામાં નેટવર્ક/ સર્વરનો પ્રોબ્લેમ હોય તો નજીકની શાળામાં જાણ કઋ પોતાની હાજરી ‘online’ કરાવવી પડે છે. આ બધી પળોજણમાં શિક્ષકે online કરવું કે ભણાવવું ? આમ પણ સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શિક્ષકોનો ધટ છે અને એક શિક્ષક એક થી વધુ ધોરણ ભણાવવાની જવાબદારી ઉઠાવે છે. તેવા સંજોગોમાં આ online ની પ્રક્રિયા તેના પર થોપિ દેવાતા અને શાળામાં કોમ્પ્યુટર ઓપરેટર ન હોય અને online પ્રક્રિયા શિક્ષકે જાતે કરવાની હોય તેને માનસિક ત્રાસ જેવુ લાગે છે અને આ બધા પરિબળોની અસર સીધી વિધાર્થીઓના શિક્ષણ પર પડે છે. કોઈ પણ જાતના પ્રિ પ્લાનિંગ અને પૂરતા ઇન્ફ્રાસ્ટ્રકચર વગર સીધો જ પરિપત્ર પાઠવી અને ‘online’ નું ફરમાન છોડી દેવાતા શિક્ષણ વિભાગની કાર્યપ્ધ્ધતિએ ‘તધ્લ્ધી’ કાર્યવાહી જેવી હોવાની શિક્ષકોમાં ભારે ઉગ્ર ચર્ચા છે. અને જે કામગીરી ક્લાર્કની છે તે શિક્ષક્ને સોપી દેવાતા વસ્તી ગણતરી, બી.એલ.ઑ. ની કામગીરી જેવી વિવિધ કામગીરીના બોજ હેઠળ અટવાયેલા શિક્ષકને એક વધુ ભાર હેઠળ શિક્ષણ વિભાગે લાવી દેવાતા કેટલાય શિક્ષકો આ વધારાનો ભાર સહી શકાય તેમ ન હોય વી.આર.એસ લેવાની તજવીજ કરી રહ્યા છે.
શિક્ષક જ બધી કામગીરી કરશે તો બીજી સરકારી શાખાઓ કર્મચારીઑ શું કરશે ? અને આ બધામાં આવતીકાલનું દેશનું ભવિષ્ય એવું બાળક ના શિક્ષણનું શું ?
રાજ્યના શિક્ષકોને ‘online’ નો હાવ : શિક્ષણ offline ?
Advertisement