વાહનવહવહાર કમિશ્નરશ્રીએ રાજ્યના તમામ કલેક્ટરશ્રીઓને એક પરિપત્ર પાઠવી પ્રાંત અધિ. મામલતદારને આર.ટી.ઓ કચરીના પરામર્શમાં આર.ટી.ઓ સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરાવવા સૂચન કરવામાં આવેલ છે.
તાજેતરમાં નવા ટ્રાફિક નિયમોની અમલવારીને કારણે આર.ટી.ઓ, કચેરી ખાતે અરજદારોનો ભારે ધસારો થતો હોય અને આર.ટી.ઓ કચેરી ખાતે અરજદારોને મુશ્કેલી ઉપસ્થિત થતી હોય આ નિર્ણય લેવાયો છે. સાથોસાથ વાહનવ્યવહાર નિગમે પ્રજાની જાણ સારૂ PUC ના નક્કી કરેલ દર પણ જાહેર કર્યા છે. જેમાં મોપેડ-રૂ.10, ટુ વ્હીલર(મોપેડ સિવાય)રૂ20, થ્રી વ્હીલર(એલ.પી.જી/પેટ્રોલ) રૂ.25, થ્રી વ્હીલર રૂ.25, એલ.એમ.વી રૂ.5 અને મીડિયમ તેમજ હેવી મોટર વાહનો રૂ.60 ફી નક્કી કરેલ છે.
Advertisement