પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લાના મુખ્ય મથક ગોધરા શહેર વેપાર કેન્દ્ર છે અહીં મોટાભાગના જથ્થાબંધ વેપાર કરતા વેપારી ઓની દુકાનો આવેલ છે અને નાનામોટા વેપારીઓ પાસેથી માલસામાન પીહોંચતા હોય છે કોઇપણ જાતની રસોઈ બનાવવા માટે તેલ મહત્વનો ભાગ ભજવે છે અને તેના વગર સ્વાદ ફિક્કો લાગે છે પંચમહાલ સહિત ગોધરાવાસીઓ તેલવાંળુ ચટાકેદાર ખાવાના શોખીન છે પણ આવું તેલ ભેળસેળવાળુ હોય તો આરોગ્ય માટે હાનિકારક પુરવાર થાય છે અને આવું ભેળસેળવાળુ તેલ શરીરમાં આરોગતા રોગનો ભોગ બનવું પડે છે ગોધરા શહેર માં કેટલાક વેપારીઓ દ્વારા ભેળસેળવાળુ તેલ વેચીને રોકડી કરી લેવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે કેટલાક વેપારીઓ પંચમહાલ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારમાં આવેલી નાની કરિયાણાની દુકાનમાં વેપારીઓને આ તેલ સસ્તા ભાવે વેચી રહ્યા છે આ તેલના કારણે ભોળીભાલી પ્રજાના આરોગ્ય સાથે ગંભીર ચેડા થઈ રહ્યા છે તેમ કહીએ તો કોઈ બેમત નથી. ગોધરા શહેરમાં કેટલાક તેલના વેપાર કરનાર વેપારીઓ અન્ય જિલ્લાઓમાં આવેલ કેટલીક તેલની મીલ માંથી મોટા પ્રમાણમાં પામોલીન તેલનો જથ્થો ખરીદી લે છે અને તેમાં ભેળસેળ કરી સિંગતેલમાં પરિવતીંત કરી નાખે છે તેમજ ખોટા નકલી લેબલ અન્ય તેલ કંપનીઓના લગાવી દે છે અને તેનું મોટા પ્રમાણમાં વેચાણ કરી ગ્રાહકોને પધરાવી દે છે બીજી ચોંકાવનારી વાત એ છે કે આવા સિંગતેલ અને કપાસીયા તેલના ડબ્બાઓ ઓછા ભાવે કેમ મળે છે? તે પણ વિચારવા જેવી બાબત છે અને આવા ભેળસેળ યુક્ત તેલના કારણે અનેક રોગો થઈ જવાની પણ શક્યતાઓ રહેલી છે આવા ભેળસેળ કરનારા તેલના વેપારીઓ વિરુદ્ધ લાગતા વળગતા સબંધિત તંત્ર દ્વારા ચેકિંગ કરવામાં આવે તો મસમોટું કૌભાંડ બહાર આવે તેવી શક્યતાઓ છે.
કેટલાક લેભાગુ વેપારીઓ દ્વારા પંચમહાલ જિલ્લા સહિત ગોધરા શહેરમાં ભેળસેળ યુક્ત ખાધતેલનું ખુલ્લેઆમ વેચાણ : તંત્ર ઘોરનિંદ્રામાં
Advertisement