સુરેન્દ્રનગરમાં રાજહોટલથી લઈને બસ સ્ટેશન સુધી આખા માર્ગ પર રખડતા ઢોરોની બોલબાલા છે. આ માર્ગ મુખ્ય માર્ગ હોવાં છતાં પાંજરાપોળ હોય તેવું લાગે છે. પ્રથમ નજરેજ આ ઢોરો સુરક્ષા માટે ખડકી દેવાયેલા સુરક્ષાકર્મીઓ જેવાં કતારબંધ આખા રસ્તા પર છવાયેલાં નજરે પડે છે. જિલ્લાનો મુખ્ય માર્ગની આ પરિસ્થિતી હોય તો તાલુકાઓની સ્થિતિ કેવી હશે જે વિચારવા યોગ્ય પ્રશ્ન છે.
છેલ્લાં કેટલાય સમયથી આ રખડતા ઢોરો બેફામ રીતે મુખ્ય માર્ગો પર કબ્જો જમાવી બેઠા છે. અને તેના કારણે અવાર-નવાર ધણા બધા નાનાં-મોટાં અકસ્માતોના બનાવો બન્યા છે. સમગ્ર પ્રજા ત્રાહિમામ પોકારી ઊઠી છે. છતાં ધૃતરાષ્ટ્ર બનેલ તંત્રને આ સમસ્યા દેખાતી નથી કે પછી તંત્ર પ્રજાને પણ ઢોર સમજી રહ્યું છે કે શું ? જેવાં અનેક સવાલો સુરેન્દ્રનગરની જનતામાં ચર્ચાનો વિષય બન્યા છે. કેટલાક નેતાઓનાં જન્મદિવસની ઉજવણીમાં લોકોનાં કરોડો રૂપિયાનું ઈંધણ કરીને સરદારની પ્રતિમાઓ ઊભી કરીને ગુજરાતની વાહવાહ કરાવતી સરકાર જાણે બાહ્ય મેકઅપ કરીને સુંદર દેખાવાનો પ્રયાસ કરતી હોય અને આખા ગુજરાતની પરિસ્થિતી એકદમ ગંભીર અને સમસ્યાઓથી ત્રસ્ત હોય બંને વચ્ચે બહુ ભારે વિરોધાભાસ રહેલો છે. નિષ્કુર શાસકો પ્રજાની મહત્તા ભૂલીને સત્તાના નશામાં મદ બન્યા હોય પ્રજા તેમની શાન ઠેકાણે લાવવાની ચર્ચાઓ કરી રહી છે.
સુરેન્દ્રનગરમાં રાજહોટલથી લઈ બસ સ્ટેશનના રસ્તાઓ પર રખડતા ઢોરોનું રાજ
Advertisement