ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે નદી કિનારા પર એક અંદાજે ૯ ફુટ જેટલો લાંબો અજગર નજરે પડતા લોકોએ વનવિભાગ ને આની જાણ કરી હતી.ભરૂચ નાયબ વન સંરક્ષક આર.બી.પટેલ ઝઘડીયા રેન્જ અધિકારી વિજયભાઇ તડવી રાજપારડી ફોરેસ્ટ અધિકારી મહેશ વસાવા અને વનવિભાગ ના રાજુભાઇ ના માર્ગદર્શન હેઠળ સેવ એનિમલ ટીમના કમલેશ વસાવા અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ કાર્યકર સંદીપ પરમારે લાંબી જહેમત બાદ આ અજગરને પકડી પાડ્યો હતો.બાદમાં આ અજગર ઝઘડીયા વનવિભાગ ને સોંપવામાં આવ્યો હતો.વનવિભાગ માંથી મળતી વિગતો મુજબ આ અજગરને ખોરાક પાણી મળી રહે તેવા સુરક્ષિત જંગલમાં છોડી દેવામાં આવશે. પરમદિવસે ભાલોદ ગામ નજીકના એક ખેતરમાં પાણીની ટાંકીમાંથી ૯ જેટલા અજગરના બચ્ચા મળ્યા હતા.જ્યારે ગત રાત્રિ દરમિયાન આ ૯ ફુટ જેટલી લંબાઇનો અજગર ભાલોદ નદી કિનારા નજીકથી મળી આવતા આ પંથકમાં સરિસૃપ વર્ગના અજગર જેવા પ્રાણીઓની વસતિ વધી રહી હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.ભાલોદ ના નદી કિનારા નજીક અજગર દેખાયો હોવાની જાણ થતાંજ આ સ્થળ નજીક કુતૂહલવશ લોક ટોળા ઉમટ્યા હતા.
ભાલોદ ના નદી કિનારા પાસેથી નવ ફુટ જેટલો લાંબો અજગર મળી આવ્યો સેવ એનિમલ ટીમ અને વાઇલ્ડ લાઇફ રેસ્ક્યુ ટીમે પકડીને વન વિભાગને સોંપ્યો
Advertisement