કરજણ તાલુકાના નાના ગામ કલ્લા માં શૈક્ષણિક સંસ્થા ની સ્થાપના કરીને સમાજ ને શિક્ષણ નું મહત્વ બતાડનાર હઝરત સૈયદ વાહેદઅલી બાવાના જન્મદિન નિમિત્તે ઝઘડીયા તાલુકાના ઇન્દોર ગામે હઝરત ના અનુયાયીઓ દ્વારા તેમના જન્મદિન ની ઉજવણી કરવામાં આવી હતી.આ પ્રસંગે ઇન્દોર ગામે ફૈજ યંગ સર્કલ દ્વારા શાળાના બાળકોને કંપાસ નોટબુક રબર પેન્સિલ કલરબોક્ષ જેવી અભ્યાસ જરુરી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું.ઉલ્લેખનીય છેકે ૧૫ સપ્ટેમ્બર ના રોજ હઝરત સૈયદ મુસ્તાકઅલી બાવાનો જન્મદિન હતો.અને ૧૭ મીના રોજ મુસ્તાકઅલી બાવાના પુત્ર હઝરત વાહેદઅલી બાવાનો જન્મદિન હતો.ત્યારે ગુજરાત અને અન્ય સ્થળોએ વસતા હઝરત ના મુરીદો દ્વારા બન્ને હઝરત ના જન્મદિવસો ની ઉત્સાહથી ઉજવણી કરવામાં આવી હતી.ઉલ્લેખનીય છેકે હઝરત વાહેદઅલી બાવા ધાર્મિક શિક્ષણ ની સાથે દુનિયવી શિક્ષણ ની પણ હિમાયત કરે છે.કલ્લા ખાતે ફૈજ ચેરીટેબલ ટ્રસ્ટ ની સ્થાપના કરીને શૈક્ષણિક સંસ્થા શરૂ કરનાર હઝરત સૈયદ વાહેદઅલી બાવા તેમના વક્તવ્ય દરમિયાન શિક્ષણ ની પણ હિમાયત કરતા હોયછે.હિંદુ મુસ્લિમ બન્ને સમાજમાં બહોળો ચાહક વર્ગ ધરાવતા હઝરત મુસ્તાકઅલી બાવાના કરજણ તાલુકાના કલ્લા સ્થિત આસ્તાના પર બહોળી સંખ્યામાં માનવ મહેરામણ ઉમટે છે.અને હઝરત ના પવિત્ર આશિર્વાદ નો લાભ મેળવે છે.
હઝરત સૈયદ વાહેદઅલી બાવાના જન્મદિન નિમિત્તે ઇન્દોર શાળાના બાળકોને અભ્યાસ ઉપયોગી વસ્તુઓ નું વિતરણ
Advertisement