જંબુસર તાલુકાનાં ગામડાઓમાંથી પસાર થતી વી.ઇ.સી.એલ. કંપની કેનાલ ઓવરફ્લો થતાં ખેતીની જમીન અને પાકને નુકસાન થતાં ઉબેર, વલીપુર, નોંધણા, સામોજ અને સારોદના ખેડૂતો દ્વારા પ્રાંતઅધિકારીને આવેદન આપી નુકસાનીના વળતર આપવાની માંગ કરી.
વી.ઇ.સી.એલ. કંપની દ્વારા નંદેસરીના ઉધોગોનું કેમિકલવાળું પાણી જંબુસર તાલુકાનાં ઉબેર, વલીપુર, નોંધણા, સામોજ, સારોદ ગામો પાસેથી પસાર થાય છે. વી.ઇ.સી.એલ.ની ઇન્ફ્લુએંટ ચેનલનું આયુષ્ય પૂરું થાય ગયેલ છે. સરકાર દ્વારા પાઇપલાઇન નાંખવા મોટી રકમની સબસિડી આપવામાં આવેલ છતાં વડેચ પોઈન્ટ સુધી જ પાઇપલાઇન નાંખેલ છે તથા સારોદ, સામોજ વિસ્તારમાં કેનાલ જર્જરિત થઈ ગયેલ છે તથા જી.પી.સી.બી. ના રિપોર્ટ મુજબ આ પર્યાવરણ અને વિસ્તારના લોકો માટે જોખમી છે. આ ઉપરાંત સુપ્રીમના આદેશનો ભંગ થાય છે અને એ.ન.જી.ટી. ના આદેશનો પણ અમલ થતો નથી. વડોદરા નંદેસરી આસપાસના ઉધોગોનું કેમિકલયુક્ત દૂષિત અને ઝેરી પાણી ઇન્ફલુએંટ પ્લાન્ટના નિયમ પ્રમાણે શુદ્ધ કર્યા વગર છેલ્લા 36 વર્ષથી ઉધોગોનું કેમિકલયુક્ત ઝેરી પાણી શુદ્ધ કર્યા વગર જ મહિસાગરમાં છોડી દેવામાં આવે છે. સામોજ-સારોદ વિસ્તારમાં કેનાલ જર્જરિત થઈ ગયેલ છે તથા કેમિકલવાળું ઝેરી, ગંદુ પાણી વી.ઇ.સી.એલ કંપની કેનાલ ઓવરફ્લો થતાં જંબુસર તાલુકાનાં ઉબેર, વલીપુર, નોંધણા, સામોજ અને સારોદની ખેતીની જમીનમાં કેમિકલયુક્ત પાણી ફરી વળતાં પાક તેમજ ફળદ્રુપ જમીનને પારાવાર નુકસાન થયું હોય ધરતીપુત્રોમાં રોષની લાગણી જન્મી છે. જેને લઇ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. ખેડૂતોને થયેલ આર્થિક નુકસાનનું વળતર અપાવવા તથા કાયમી ધોરણે આનો નિકાલ કરવા માંગ કરી હતી.
જંબુસર તાલુકાના ગામડાઓમાંથી પસાર થતી વી.ઇ.સી.એલ. કંપની કેનાલ ઓવરફ્લો થતાં ખેતીની જમીન અને પાકને નુકસાન થતાં ખેડૂતો દ્વારા નુકસાની વળતર આપવાની માંગ કરી.
Advertisement