Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઝધડીયા- અવિધા ગામે બે મહિલાઓ વચ્ચેની તકરાર માં કુહાડી થી હુમલો કરાયો હોવાની ફરિયાદ

Share

ઝઘડીયા તાલુકાના અવિધા ગામે જાંબુડા ફળિયામાં રહેતી બે મહિલાઓ વચ્ચે ઝગડો થતા એકે બીજી મહિલા પર કુહાડી થી હુમલો કર્યો હોવાની ફરિયાદ લખાવા પામી છે.રાજપારડી પોલીસ માંથી મળતી વિગતો મુજબ અવિધા ગામે રહેતી શાંતાબેન હિરાભાઇ વસાવા ને તેનાજ ફળિયામાં રહેતી સરસ્વતીબેન મુકેશભાઇ વસાવાએ આવી કહ્યુકે તુ ફળિયામાં કેમ મારા વિષે ખરાબ વાતો કરે છે?તેમ કહીને ઝઘડો કરતા શાંતાબેને આ વાતનો ઇન્કાર કરતા સરસ્વતીબેન ઉશ્કેરાઇ ગયા હતા.અને ગાળો બોલીને તેના હાથમાંની કુહાડી શાંતાબેન ના માથાના ઉપરના ભાગે મારી દેતા શાંતાબેન પડી ગયા હતા.ત્યારે તેની દેરાણી અને ભત્રીજી એ વચ્ચે પડીને છોડાવી હતી.ત્યારબાદ સરસ્વતીબેન જતાં જતાં કહેતી ગઇ હતી કે હવે પછી જો ખરાબ વાતો કરીશ તો જાનથી મારી નાંખીશ.ત્યારબાદ મજુરીએ ગયેલ શાંતાનો પતિ આવી જતા શાંતાને એમ્બ્યુલન્સમાં ભરુચ સીવીલ હોસ્પિટલ માં સારવાર માટે લઇ ગયા હતા.વધુમાં જણાવ્યા મુજબ ઇજાગ્રસ્ત મહિલાને માથામાં પડેલ ઘા માંથી લોહી નીકળતુ હતું.ભરૂચ દવાખાના માંથી શાંતાબેને પોલીસ માં ફરિયાદ લખાવી હતી.જે મુજબ રાજપારડી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

માંગરોળ પોલીસની કોસાડી ગામે રેડ, બે ગૌમાંસનું 160 કિલો ગૌમાંસ અને માંસ કાપવાના સાધનો મળી આવ્યા : ત્રણને વોન્ટેડ જાહેર કરતી પોલીસ.

ProudOfGujarat

દેશમાં પ્રથમ વખત ડ્રોનથી ટપાલની 47 કિમી દૂર ડિલિવરી કરાઇ.

ProudOfGujarat

નડિયાદ ખેડા જિલ્લા પંચાયતની સામાન્ય સભા યોજાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!