Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભાલોદ ગામે વડાપ્રધાન ના જન્મદિન ની ઉજવણી અંતર્ગત વૃક્ષારોપણ નર્મદા કિનારે આરતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો

Share

ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના ભાલોદ ગામે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન ની ઉજવણી અંતર્ગત કાર્યક્રમો યોજાયા.તાલુકા ભાજપા ઉપ પ્રમુખ વિક્રમસિંહ રાજ ની આગેવાની હેઠળ નર્મદા તટે આરતી નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.આયોજિત કાર્યક્રમ માં ગામ અગ્રણીઓ શાળાના શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.ઉપરાંત અત્રે વૃક્ષારોપણ નો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો.જેમાં વનવિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.આ પ્રસંગે પર્યાવરણ ને હરિયાળુ રાખવામાં વૃક્ષો નુ મોટું યોગદાન રહેલુ હોયછે એ વાત સમજાવીને સહુ કોઇએ વૃક્ષારોપણ બાબતે કટિબદ્ધ બનવુ પડશે,એવી લાગણી આ પ્રસંગે વ્યક્ત કરવામાં આવી હતી.અંતે કાર્યક્રમ ને સફળ બનાવવા બદલ આયોજકોએ સહુનો આભાર માન્યો હતો.

Advertisement

Share

Related posts

ગુજરાતમાં ગાજવીજ સાથે આગમી પાંચ દિવસ વરસાદની આગાહી, જાણો કયાં વિસ્તારમા કયાં દિવસે પડશે વરસાદ…!

ProudOfGujarat

પોરબંદર રેલવે સ્ટેશન પર અસુવિધાઓથી યાત્રિકો પરેશાન : કોંગ્રેસની કેન્દ્રીય મંત્રીને રજૂઆત

ProudOfGujarat

અમેરીકાની ઘેલછામાં 9 ગુજરાતીઓ લાપતા થવાના કેસ મામલે થયો નવો ખુલાસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!