– ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે માઁ કાર્ડ / આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ કરાયુ.
વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ
ગુજરાત રાજ્ય યુવક બોર્ડ અને તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામના સંયુક્ત ઉપક્રમે ભોજવા ગામમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના જન્મ દિવસ નિમિત્તે માઁ કાર્ડ / આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મહેમાનોના વરદ હસ્તે લાભાર્થીઓને માઁ કાર્ડ / આયુષ્યમાન ભારત કાર્ડનું વિતરણ કરવામાં આવ્યુ હતુ અને યોજના અંગે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, ડો.કિરણ પંચાલ, ગુજરાત રાજ્ય યુવક બોર્ડના નિલેશ રાણા, જગદીશ રાવળ, કિરણ સોલંકી, રસીક કો.પટેલ અને આ ઉપરાંત ભાજપના નરેશભાઇ શાહ, મહેશભાઇ પરમાર, હિતેશભાઇ મુનસરા, રવિરાજસિંહ ઝાલા, નાનુભાઇ ઠાકોર સહિત મોટ સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય યુવક બોર્ડના નિલેશ રાણાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીના જન્મ દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડના ઝોન સંયોજક હરિશભાઇ મચ્છરના માર્ગદર્શન મુજબ ભોજવા ખાતે માઁ કાર્ડ / આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ ઉપરાંત અમદાવાદ જીલ્લા સહિત સમગ્ર રાજ્યમાં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા વિવિધ કાર્યક્રમો દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.
વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે વિરમગામના ભોજવા ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ વિતરણ કરાયુ
Advertisement