દસ દિવસ નું આતિથ્ય માણીને વિદાય લેતા વિઘ્નહર્તા ગણપતિ દાદાના વિસર્જન ના કાર્યક્રમ આજે ઠેર ઠેર યોજાય છે.ઝઘડીયા તાલુકાના રાજપારડી ઉમલ્લા અને ભાલોદ ગામોએ તેમજ આ પંથકના ગામોમાં દસ દિવસ નું ભક્ત સમુદાય નું મોંઘુ આતિથ્ય માનીને દુંદાળા દેવ ગણેશજી આજે આનંદ ચૌદસ ના દિવસે વિદાય લઇ રહ્યા છે,ત્યારે રાજપારડી ઉમલ્લા ભાલોદ અવિધા સારસા વણાકપોર ઉપરાંત આ પંથકના ગામોએ બેસાડેલ ગણપતિ દાદા ની પ્રતિમા ઓને નર્મદા માં વિસર્જિત કરાતી હોયછે.રાજપારડી ઉમલ્લા ભાલોદ અવિધા જેવા મોટા ગામોએ વિસર્જન નિમિત્તે ભવ્ય સરઘસો નિકળ્યા.આનંદ ચૌદસ ના આનંદમય દિન નિમિત્તે ભક્તજનોમાં મોટો આનંદ જોવા મળ્યો.પંથકના વિવિધ ગામોમાં પણ ભક્તિમય માહોલ વચ્ચે ગણપતિ દાદાના વિદાય જુલુશો નિકળ્યા.આમ ગણપતિ વિસર્જન ના કાર્યક્રમ માં ભક્ત સમુદાય માં ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો.અને આવતા વર્ષે પાછા પધારજો એમ કહીને ગણપતિ દાદાને ભવ્ય વિદાય અપાઇ.
રાજપારડી ઉમલ્લા ભાલોદ પંથકમાં ગણપતિ વિસર્જન ના કાર્યક્રમ પંથકના ગામોમાં ગણપતિ દાદાને ભવ્ય વિદાય આપવામાં આવી.
Advertisement