નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે દસ દિવસના આતિથ્યબાદ વિઘ્નહર્તાને વાજતે ગાજતે ધામધૂમ પૂવૅક વિદાઈ આપવામા આવી હતી
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના રાજપીપળા ખાતે ગણેશ ચતુર્થી ના દિને બિરાજવામા આવેલા વિધ્નહર્તા ગણપતિ દાદાનુ આજે ભકતો દ્વારા બેન્ડવાજા તેમજ ડીજે ના તાલે વિવિધ મંડળો દ્રવરા અલગ અલગ ટીશર્ટ પહેરીને ભક્તો આગતાસ્વાગતા સાથે ગુલાલ ની છોડોમા રંગાઈને ભક્તો નાચગાન કરી રંગેચંગે ગણપતિ દાદા ને વિદાય આપવામાં આવી હતી
રાજપીપળા ના રાજમાર્ગો ઉપર વિવિધ રાજકીય આગેવાનો તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા વિવિધ ગણેશ મંડળો નું સ્વાગત કરાયું હતું અને શુભેચ્છાઓ પાઠવી હતી
ગણેશ ચતુર્થીના દિવસે ગણેશજીની પ્રતિમાની હર્ષો ઉલ્લાસથી પૂજા અર્ચના કરી સ્થાપન કરવામાં આવી હતી ત્યાંર બાદ આજે ગણેશજીની પ્રતિમાને દસ દિવસની પૂજા અર્ચના બાદ આજ રોજ વિઘ્નહર્તા ગણપતિ દાદાની વિદાય આપવા મોટી સંખ્યામાં ભક્તો ગણેશજી ના વિસૅજનના વરધોડામા જોડાયા હતા અને ભક્તો બેન્ડવાજા ની પાટીના તાલે નાચગાન કરી ઝુમી ઉઠીને ગુલાલની છોડોના રંગમાં રંગાઈ ગયા હતા રાજપીપળા ખાતે ગણેશજી ની નિકળેલી વિદાય યાત્રા મા ભક્તો ભારે દશૅન અથૅ ઉમટીયા હતા ત્યારબાદ ભકતો દ્વારા રાજપીપળા સરકારી ઓવારા માં વિઘ્નહર્તા ગણપતિ દાદા નુ દસ દિવસના આતિથ્ય બાદ આજે રંગેચંગે ધામધૂમ પૂવૅક ગણપતિ દાદાની પ્રતિમા નુ વિસર્જન કરવામાં આવ્યું હતું…