– સુરેન્દ્રનગર શહેર તેમજ જિલ્લાના ગામોમાંથી મોહરમ પર્વ નિમિત્તે જુદા જુદા મુસ્લિમ વિસ્તારોમાં બનાવવામાં આવેલ આકર્ષક અને કલાત્મક તાજીયા ગત મોડી રાતના પડ માં આવેલ અને વરસાદી માહોલ વચ્ચે રાબેતા મુજબ રૂટ ઉપરથી નીકળેલ તેમજ મોહરમ ના પવિત્ર દિવસે સાયલા મા ઘણા વર્ષોથી મહોરમ ના પર્વ નિમિત્તે અશરફખાન પઠાણ ઉર્ફે બલૂભાઈ ના નેતૃત્વ હેઠળ મુસ્લિમ યુવકો ખૂબ સુંદર સેવા નું કાર્ય કરે છે જેમા સવારે બાલમંદિરમાં બાળકોને મીઠાઈ ની વેચણી કરી ત્યારબાદ આશીર્વાદ વિકલાંગ સેવા ટ્રસ્ટ માં વિકલાંગ બાળકો ને મીઠાઈ સાથે ભોજન કરાવે છે અને ત્યારબાદ બપોરે સાયલા ની તમામ હોસ્પિટલો મા દર્દીઓને ફ્રુટ નું વિતરણ કરેછે ત્યારબાદ સાંજે ગરીબ પરિવારો મા રાસન કીટ નું વિતરણ કરે છે અને સેવા નું ઉમદા કાર્ય કરે છે જેમા રાસન કીટ વિતરણ ને ગુપ્ત રાખવા મા આવેછે જેથી ગરીબો ના સ્વમાન ને ઠેસ ન પહોંચે, આરીતે હજરાત ઇમામ હુસેન ના કાર્યો ને સાર્થક કરેછે અને કોમી એકતા નું સુંદર ઉદાહરણ પૂરું પાડે છે.
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર