પ્રાચીન ગણેશ મંદિરે આરતી કર્યા બાદ વિઘ્નહર્તાની ભવ્ય શોભાયાત્રા નીકળી.
આમોદ નગરમાં સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવને આમોદ નગરજનોએ વાજતે ગાજતે ગણપતિ બાપ્પા મોરીયા આવતા વર્ષે વહેલા આવજોનું વચન લઈ ભાવભીની આંખે વિદાઇ આપી હતી. આમોદમાં ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થીના દિવસે આમોદના વિવિધ વિસ્તારોમાં ગણપતિ દાદાની પૂજન અર્ચન કર્યા બાદ ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવી હતી. આજે ભાદરવા સુદ દશમના રોજ વિઘ્નહર્તાનું વિસર્જન હોવાથી સવારથી જ શ્રીજી ભક્તોએ વિઘ્નહર્તાની શોભયાત્રા માટે તૈયારી કરવામાં આવી હતી . શોભાયાત્રામાં શ્રીજી ભક્તોએ ડી.જે ના તાલે ગરબા,ટીમલી,રાસ દેશભક્તિ ગીત વગેરે ગીતો ઉપર શ્રીજી ભક્તો ઝૂમી ઉઠ્યા હતા.કેસરી ધજાઓ સાથે નીકળેલી શોભાયાત્રા કેસરિયા મહોલમય બની ગઈ હતી. આમોદમાં ૩૫ થી ગણેશજીની શોભાયાત્રા નીકળી હતી જે આમોદના અલગ અલગ વિસ્તારોમાંથી નીકળી પ્રાચીન ગણેશ મંદિરે આરતી ઉતાર્યા બાદ જનતાચોક,દિલાવર મંઝિલ,તિલક મેદાન,ચાર રસ્તા જેવા પરંપરાગત રૂટ ઉપર ફર્યા બાદ મોટા તળાવ ખાતે મોડી રાત સુધી વિસર્જન કરવામાં આવ્યું હતું.શ્રીજીની વિસર્જન યાત્રા નિર્વિઘ્ને પૂર્ણ થાય તે માટે તંત્ર દ્વારાચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. આમોદ નગરમાં નીકળેલી શ્રીજીની શોભાયાત્રાનું આમોદ નગર પાલિકાના તરફથી સદસ્યો તેમજ અધિકારી દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. આમોદ પોલીસ મથકે પોલીસ સ્ટાફ દ્વારા ગણેશજીની શોભયાત્રાને સલામી આપવામાં આવી હતી.
આમોદમાં દુંદાળા દેવની શોભાયાત્રા ના રૂટ મેન ચોકડી પર આવેલ સબર વોટર સપ્લાયર્સ ના માલિક સાહિલ રાણા દ્વારા ઠંડા મિનરલ વોટર નાં કૂલર શ્રીજી ભક્તો માટે મુકવા માં આવ્યાં હતા. તેમજ અન્ય સેવાભાવી લોકોએ ઠેરઠેર ઠંડા પાણીની વ્યવસ્થા કરી હતી. મોટા તળાવ ખાતે આમોદ પાલિકા દ્વારા તરાપા તેમજ તરવૈયાની ટીમની વ્યવસ્થા કરવામાં આવી હતી તથા લાઇટિંગની વ્યવસ્થા કરવામાં આવી હતી. મોટા તળાવ ખાતે મોડી રાત સુધી ગણપતિ દાદાનું વિસર્જન ચાલુ રહ્યું હતું.
આમોદમાં સાત દિવસનું આતિથ્ય માણ્યા બાદ દુંદાળા દેવની ભાવભીની આંખે વિદાઇ.
Advertisement