દર વર્ષે ભરૂચ તાલુકાના ભાડભૂત ગામ સ્થિત નર્મદા નદીમાં ગણેશ વિસર્જન માટે અલાયદી સુવિધા ઉભી કરવામાં આવે છે ગણેશ ભક્તો સલામતી સાથે ગણેશજીની પ્રતિમાનું વિસર્જન કરી શકે તે માટે ગ્રામ પંચાયત અને તંત્ર દ્વારા ક્રેન અને હોડીઓની સેવાઓ ઉભી કરવામાં આવે છે ત્યારે ચાલુ વર્ષે પણ વિસર્જન દરમિયાન ગણેશ ભક્તોને કોઈપણ જાતની મુશ્કેલી નહી પડે તે માટે હાલ ભાડભૂત નજીક નર્મદા નદી કિનારે તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે વિસર્જન બાદ ન્હાવા માટે પંચાયત દ્વારા ફુવારાની સુવિધા અને ત્રણ ક્રેન મુકવામાં આવી છે.
Advertisement