વલણ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પ યોજાયો
પાલેજ થી ૧ કિ.મી ના અંતરે આવેલ વલણ હોસ્પિટલ ખાતે યોજાયેલા કેમ્પ માં મોટા પાયે દર્દીઓ એ ભાગ લીધો હતો,
Advertisement
રવિવાર ના રોજ પાલેજ નજીક આવેલા વલણ હોસ્પિટલ ખાતે મેડિકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક રોગો નું મફત માં નિદાન સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી જેમાં સો જેટલાં આંખો ના દર્દીઓ નું મફત માં મોતિયા નાં ઓપરેશન કરવામાં આવશે.જાણીતા તબીબો ની સેવા માં યોજાયેલા કેમ્પ માં પાલેજ પંથક નાં ગામો નાં ૭૦૦ જેટલાં દર્દી ઓ એ લાભ લીધો હતો. જેમાં દાંત,સ્ત્રીરોગ,હાડકા ના ડોક્ટર, પથરી ના ડોક્ટર ઉપરાંત જનરલ ડોક્ટર થી માંડી ફિઝીશયન સુધી ની સેવા મફત માં ઉપલબ્ધ કરવું કેમ્પ ને સફળ બનાવા માટે હોસ્પિટલ નાં સ્ટાફ તેમજ મેનેજમેન્ટ દ્વારા કડી મહેનત કરી હતી.