ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાજપારડી ઉમલ્લા વચ્ચે ધોરીમાર્ગ પર હરિપુરા ગામના પાટિયાં પાસે ઉમલ્લા તરફથી રાજપારડી તરફ જઇ રહેલી એક મોટરસાયકલ ને ગઇકાલે બપોરના ૧ વાગ્યાના અરસામાં કોઇ અજાણ્યા વાહનચાલકે ટક્કર મારી અકસ્માત સર્જ્યો હતો.આ અકસ્માતમાં ગામ માંડવી તા.ઝઘડીયા ના જેન્તીભાઇ વસાવા નામના ૫૦ વર્ષની ઉંમરના આધેડ ઇસમને માથા તેમજ શરીરના અન્ય ભાગો પર ઇજાઓ થતાં આ આધેડનું મોત નીપજ્યુ હતું.ઉમલ્લા પોલીસે અકસ્માત કરીને નાશી છુટેલા આ અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરીછે.ધોરીમાર્ગ પર નિયમો નો ભંગ કરી આડેધડ દોડતા વાહનો અવારનવાર અકસ્માતો સર્જે છે.ત્યારે આવા વાહનો ને નિયમોનું ભાન કરાવવા તંત્ર એ આગળ આવવાની જરુર જણાઇ રહી છે.
Advertisement