પોલીસ મહાનિરીક્ષકશ્રી વડોદરા રેન્જ તેમજ જિલ્લા પોલીસ વડા તરફથી જીલ્લામાં દારૂ જુગાર સદંતરપણે નાબૂદ કરવા સૂચના અન્વયે ભરૂચ એલ.સી.બી પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીના માર્ગદર્શન હેઠળ પાલેજ ખાતે એલ.સી.બી ની ટીમે પાલેજના તળાવ પાસે પેટ્રોલીંગ દરમ્યાન ચંદ્ર્નગર સોસાયટી સામે શાંતાબેન અશોકભાઇ માછી નામની મહિલાની ભારતીય બનાવટના વિદેશી દારૂ બિયર ટીન નંગ 24, ક્વાટર 72 નંગ સહિત કુલ રૂપિયા 9600 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે.
પોલીસ સતત આવી કામગીરી કરી અને વાસ્તવિક રીતે આ દારૂ જુગારની બંદી નેસ્તાનાબૂદ કરે તેમ પ્રજા જંખી રહી છે. પોલીસ દારૂ પકડે છે કેસો નોંધાય છે છતાં દારૂડિયો દારૂ પીવે જ છે પ્રોહીબિશનના કેસ થાય છે છતાં તેણે દારૂ ક્યાંથી પીધો તેની કોઈ તપાસ કરવામાં આવતી નથી. સોશીયલ મીડિયામાં પણ લોકો ખુલ્લેઆમ દારૂ પીતાં હોવાની પોસ્ટ મુકાય છે. તો આ દારૂ ક્યાંથી આવે છે ? વર્ષોથી દારૂબંધી હોવા છતાં દારૂ કેમ બંધ નથી થતો ? પોલીસ પેટ્રોલીંગ કરે છે તો દારૂ પકડાય છે તો શું પોલીસ કાયમ પેટ્રોલીંગ કરતી નથી ? જેવાં અનેક સવાલો જનતામાં ચર્ચાય રહ્યા છે જેનો જવાબ શું હોઇ શકે ?
પાલેજ ખાતે ભારતીય બનવટનો વિદેશી દારૂ ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી
Advertisement