આજ રોજ સુરેન્દ્રનગર જીલ્લાના લીંબડી ખાતે અનુસુચિત જાતિ કલ્યાણ સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત તથા ભારતીય ઉઘ્યમીતા વિકાસ સંસ્થા અમદાવાદ દ્વારા ઉઘ્યોગ સાહસિકતા વિકાસ તાલીમ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમનુ આયોજન લીંબડી ખાતે આવેલ તલસાણીયા બિલ્ડીંગમાં રાખવામાં આવેલ હતું.
લીંબડી ખાતે આવેલ તલસાણીયા બિલ્ડીંગમાં આજ રોજ અનુસુચિત જાતિ કલ્યાણ સામાજીક ન્યાય અને અધિકારીકતા વિભાગ, ગુજરાત સરકાર દ્વારા આયોજીત તથા ભારતીય ઉઘ્યમીતા વિકાસ સંસ્થા અમદાવાદ દ્વારા ઉઘ્યોગ સાહસિકતા વિકાસ તાલીમનું ઉદ્દઘાટન કરવામાં આવ્યું હતું જેમાં લીંબડી કોલેજના પ્રિન્સીપાલ એસ.જી.પુરોહિત હાજર રહ્યા હતા આ કાર્યક્રમ તાલીમનો મુખ્ય ઉદ્દેશ્ય વ્યક્તિ પોતે કઈ રીતે સમાજમાં ખડેપગે થઇ જાત મહેનતથી કઇ રીતે આગળ આવવું આવા અલગ અલગ મુદ્દાઓ સાથે આ શિબીરમા તાલીમાર્થીઓને તાલીમ સાથે સમજણ આપવામાં આવી હતી તેમજ આ 30 દિવસની તાલીમ દરમિયાન તાલીમાર્થીઓને અલગ-અલગ વિષયના નિષ્ણાતો તેમજ સરકારી સંસ્થાઓ અને પ્રાઈવેટ સંસ્થાઓ દ્વારા તાલીમ તેમજ વિષયને અનુરૂપ સુચન કરાશે ત્યારે આ તાલીમમાં સવારે 10.30 થી 5.30 સુધી 30 તાલીમાર્થીઓને તાલીમ લેશે અંને તાલીમાર્થીઓને સવારનો નાસ્તો અને બપોરનું ભોજન સાથે વિનામુલ્યે તાલીમ આપવામાં આવશે આ તાલીમના અંતે તમામ તાલીમાર્થીઓને એક કીટ અને સર્ટિફિકેટ આપવામાં આવશે
કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર