Proud of Gujarat
FeaturedGujaratINDIA

પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગર માં ગણેશોત્સવ નો પ્રારંભ :ઠેરઠેર શ્રીજી બિરાજમાન

Share

પંચમહાલ રાજુ સોલંકી
પંચમહાલ જિલ્લા સહિત ગોધરા નગર માં ગણેશ ચતુર્થી ના પારંભ સાથે ભક્તજનો સ્થાપના કરવા માટે નાની મોટી ગણેશજી ની મૂર્તિ ઓ વાજતે ગાજતે લઈ જતા નજરે પડ્યા હતા ગોધરા શહેર માં વિવિધ જગ્યા એ પોડ સોસાયટી ગલી મોહાલ્‍લા ખાતે પણ પડાલો માં ગણેશજી ની મૂર્તિ ઓની સ્થાપના કરવામાં આવી હતી.
ભાદરવા સુદ ચોથ ના દિવસે સમગ્ર ભારતમાં ગણેશ ચતુર્થી તરીકે ઉજવમા આવે છે ગુજરાત માં પણ આજ થી પાંચ તેમજ દસ દિવસ માટે ગણપતિ બાપા ની નાની મોટી મૂર્તિ ઓની સ્થાપના કરવામાં આવી છે તેમજ પૂજા અર્ચના સાથે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો.
ગોધરા શહેર માં પાવર હાઉસ શહેરા ભાગોળ ફાટક જી બી ઇ વિસ્તાર ભૂરવાવ કલાલ દરવાજા બામરોલી રોડ જાફરાબાદ પટેલવાડા સહિત ના વિવિધ વિસ્તારોમાં ગણેશજી મૂર્તિ ઓની સ્થાપના કરવામાં આવી છે જેમાં પાંચ દિવસ દાદા ના આથિત્ય માણી અને ભક્તો પૂજન અર્ચન માં લીન થસે ખાસ તો ગણેશજી ની મોટી પ્રતિમા ઓ બાળકો મા ખાસ આકર્ષણ કેન્દ્ર બન્યુ હતું.
પંચમહાલ જીલ્લામાં ગણેશ ચર્તુથીના પર્વનો શ્રધ્ધાભેર પ્રારંભ થયો છે,ત્યારે ગોધરા શહેરમાં ઠેરઠેર ગણેશ મુર્તિઓની સ્થાપના કરવામા આવી છે.શહેરના પોલીસ હેડ ક્વાર્ટસખાતે ગણેશજીમુર્તિને બગી ઉપર બેસાડીને પંડાલમા સ્થાપના કરવામા આવી હતી.આ પ્રસંગે પોલીસ કર્મીઓ તેમજ યુવાનો પરિવારજનો જોડાયા હતા.પોલીસકર્મીઓને ડીજેના તાલે બાપાના આગમનને વધાવ્યુ હતુ.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના માંડવા ગામના અસ્થિર મગજના આડેધ ખાડામાં પડી જતા તેઓનું કરુણ મોત નીપજ્યું હતું.

ProudOfGujarat

ઝઘડીયા તાલુકાની સગીર વયની યુવતીને ગામનો જ યુવક લગ્નની લાલચ આપી ભગાડી ગયો.

ProudOfGujarat

ડેડીયાપાડાનાં પંચાયત હોલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત જાગૃતિ સેમિનાર યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!