બપોરે આરતી બાદ ફટાકડાની આતશબાજી સાથે ગણપતિ બાપ્પા મોરીયા નાદ ગુંજી ઉઠ્યો.
આમોદના પૌરાણિક ગણેશ મંદિરમાં ગણેશ ચતુર્થી નિમિત્તે વિશેષ પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. પ્રાચીન ગણેશ મંદિર હોય શ્રીજીના દર્શન માટે સવારથી ભક્તોની હકડેઠઠ ભીડ જામી હતી.આમોદ નગર તેમજ વડોદરા અને ભરૂચથી પણ શ્રીજી ભક્તો ગણપતિ દાદાના દર્શન માટે પધાર્યા હતા. ગજાનન ગણપતિ દાદાની ચતુર્થી નિમિત્તે ગણપતિ મંદિરને વિશેષ શણગારવામાં આવ્યું હતું. બપોરની આરતી બાદ મંદિરે ફટાકડાની આતશબાજી કરી શ્રીજી ભક્તોએ ધામધુમથી પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ત્યારબાદ મંદિરે દર્શન કરવા માટે આવેલા દરેક શ્રીજી ભક્તોને શુધ્ધ દેશી ઘીમાં બનાવેલા ચૂરમાના લાડું નો પ્રસાદ આપવામાં આવ્યો હતો. તેમજ આમોદના ગણેશ યુવક મંડળોના સહકારથી આમોદ નગરમાં દરેક શ્રીજી ભક્તોના ઘરે લાડું વહેંચવામાં આવ્યા હતાં.
ગણપતિ મંદિરે શ્રીજીની આરતી બાદ આમોદમા ગણેશ યુવક મંડળોએ પોતપોતાના પંડાલોમાં દુંદાળા દેવની ભક્તિભાવથી સ્થાપના કરી હતી. આમોદમાં ૩૫ થી વધુ પંડાલોમાં ગણપતિ મહારાજની સ્થાપના કરવામાં આવી હતી.
આમોદના પૌરાણિક ગણેશ મંદિરે ગણેશ ચતુર્થીનીભકિતમય માહોલમાં ધામધૂમથી ઉજવણી
Advertisement