ભરૂચ-બિસ્માર માર્ગો મામલે જાગૃત યુવાનનો અનોખો વિરોધ પ્રદશન,પોલીસે દરમિયાનગિરી મામલો થાળે પાડ્યો,જાણો વધુ
ભરૂચમાં રવિવારે સવારે એક અનોખો વિરોધ પ્રદશન શહેર માં પડેલા ખાડા મામલે જોવા મળ્યો હતો,જેમાં જાગૃત નાગરિક દિવ્યેશ ઘેટીયા દ્વારા પોતાની કાર લઇને ભરૂચના રોડ ઉપર નીકળી કલેકટર ઓફિસ સામેના ખાડા પાસે ઉભા રહી રાષ્ટ્રધ્વજ ફરકાવી.રસ્તા પર ભારત માતાનો ફોટો મૂકી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.તેમના કહેવા મુજબ ભરૂચમાં લોકશાહીના માધ્યમથી ભરૂચ નગરપાલિકાની નબળી કામગીરીનો હું જાહેરમાં વિરોધ કરૂં છું. તેમજ જ્યાં સુધી ખાડા નહીં પુરાય,ત્યાં સુધી તેઓ જ્યાં જયાં ખાડા છે ત્યાં પોતાની કાર સાથે બેનર લગાવી રાષ્ટ્રધ્વજ સાથે ઉભા રહી વિરોધ કરતા રહેશે.
હાલ તો દિવ્યેશનામ ના યુવાનના આ અનોખા વિરોધને લઇ તંત્ર તેમજ પોલીસ વિભાગ માં દોડધામ મચી હતી અને દિવ્યેશ ને રજુઆત કરવા જઈએ તેમ જણાવી પોલીસ લઇ ગયા બાદ મામલો શાંત પડ્યો હતો પંરતુ અહીંયા એક વાત શહેરમાં વાસ્તવિક છે કે નફ્ફટ તંત્ર પ્રજાને સુવિધાઓ આપવામાં ઊંળૂ ઉતર્યું છે અને એનું જ પરિણામ છે કે હવે અનોખા વિરોધ પ્રદશાનો કરી લોકો રોષ વ્યકત કરી રહ્યા છે.ત્યારે જોવું રહ્યું ક્યારે માર્ગો બને છે.