ભરૂચ-આયુર્વેદિક ઔષધીની મદદ તૈયાર કરાયેલ આ પ્રતિમા અને તેમાં સમાયેલી કલાગીરી નિહાળવા લાયક છે.ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ આકર્ષણ નું કેન્દ્ર બની
પ્રદુષણ ના થાય જેના માટે મૂર્તિ વિસર્જન પર પ્રતિબંધ છે જે ને લઈ ને લોકો પણ ઇકોફ્રેન્ડલી મૂર્તિઓ તરફ આગળ વધ્યા છે. ત્યારે ઇકોફ્રેન્ડલી ગણેશજીની પ્રતિમાઓ આકર્ષણ નું કેન્દ્ર બની છે.ભરૂચના એક યુવક મંડળ દ્વારા ૨૦ થી વધુ આયુર્વેદિક ઔષધીની મદદ તૈયાર કરાયેલ આ પ્રતિમા અને તેમાં સમાયેલી કલાગીરી નિહાળવા લાયક છે.
ગણેશ મહોત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ભક્તો ગણેશજીને આવકારવા આતુર બન્યા છે ત્યારે માટી,ફટકડી અને પી.ઓ.પી ના ગણેશ અનેક પ્રકારના ગણેશજીની મૂર્તિ તમે જોઇ હશે પરંતુ ભરૂચ ના બળેલી ખો વિસ્તારના એક યુવક મંડળ દ્વારા તૈયાર કરવામાં આવેલા આ ઇકો ફ્રેન્ડલી ગણેશજીની મૂર્તિ ખાસ છે.સામાન્ય રીતે ઘર ના રસોડામાં વપરાશમાં આવતા મસાલા માંથી આ યુવક મંડળ દ્વારા ગણેશજીની મૂર્તિ તૈયાર કરવામાં આવી છે.
જી હા અજ્મો.લવિંગ.તજ.જાયફળ.આમળા મૅથી સહિત ૨૦ થી વધુ આયુર્વેદિક ઔષધીની મદદ થી આ અનોખા ગણેશજીને ૪૫ દિવસઃના સમયમાં તૈયાર કરવામાં આવ્યા છે.૬૦ કીલો વજન ધરાવતી આ પ્રતિમાએ હાલ આકર્ષણ ઉભું કર્યું છે.
ઘર વપરાશની વસ્તુઓ માંથી ગણેશજીની મૂર્તિ તૈયાર કરી આ યુવક મંડળ દ્વારા પર્યાવરણના જતન સામે અનોખો સંદેશ આપવામાં આવ્યો છે