Proud of Gujarat
FeaturedGujaratINDIA

ઈન્દોર ખાતે 7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશીપમાં ભરૂચની ખુશી ચુડાસમાએ બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ જિલ્લા અને ગુજરાતનું નામ રોશન કર્યું.

Share

ત્રણ રાજ્યો અને ત્રણ કેન્દ્રશાસિત પ્રદેશો વચ્ચે રમાયેલ શૂટિંગ ચેમ્પિયનશિપમાં ફરી એકવાર ભરૂચનું ગૌરવ વધાર્યું ભરૂચના શૂટરોએ ભરૂચ ડિસ્ટ્રીકટ રાઈફલ શુટિંગ એસોસિએશનના નેજા હેઠળ ચાલતી ગન શૂટિંગ એકેડમી અંકલેશ્વરના 6 શૂટર 7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં સારું પ્રદર્શન કરી નેશનલમાં કવોલીફાઈ થયા.
તારીખ 16.8.2019 થી 25.8.2019 સુધી ઈન્દોર ખાતે 7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ યોજાઈ હતી તેમાં નેશનલ ચેમ્પીયનશીપમાં માટે ભરૂચના શૂટર્સ ક્વોલિફાઈ થઈ ગયા હોય જે હવે ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ નેશનલ શૂટિંગ ગેમ માં કરવા જઈ રહ્યા છે. રાઇફલ શૂટિંગમાં ભરૂચ નું ગૌરવ કહેવાતી તેમજ 55મી સ્ટેટ ચેમ્પિયનશિપ માં રાજ્યકક્ષાએ ગોલ્ડ સહિત કુલ 6 મેડલ ગત માસ માં જ જીતી આવનાર ખુશી ચુડાસમાએ ઈન્દોર ખાતે 7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપમાં પણ 50 મીટર 0.22 રાયફલની 3 પોઝીશન ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ મેળવી જિલ્લાનું તેમજ ગુજરાતનું નામ રોશન કર્યું છે. 7th વેસ્ટ ઝોન શૂટિંગ ચેમ્પિયનશિપ માં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ, ગોવા, દિવ-દમણ, દાદરા અને નગર હવેલીના ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ખુશી ચુડાસમાને 3 પોઝિશન ઇવેન્ટમાં 50 મીટર સ્મોલ બોર 0.22 રાઇફલ શૂટિંગ સ્પર્ધામાં બ્રોન્ઝ મેડલ હાંસલ કરી ભરૂચ જિલ્લા તેમજ ગુજરાત નું નામ રોશન કર્યું છે.
ખુશી ચુડાસમા, પૃથ્વીરાજસિંહ રાણા, પાર્થસિંહ રાજાવત, સુજલ શાહ, અધ્યયન ચૌધરી અને ધનવીર રાઠોડ નેશનલ ટુર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ જતા ભરૂચ જિલ્લા તેમજ રાજ્ય નું નામ રોશન કરેલ છે. હાલ તો ભરૂચ ના બધા જ શુટર સપ્ટેમ્બર મહિનામાં અમદાવાદ ખાતે જ રમાનાર ઓલ ઇન્ડિયા જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપની પ્રેક્ટિસમાં જોતરાઈ ગયા છે. ભરૂચ ડિસ્ટ્રીકટ રાઇફલ એસોસિએશનના પ્રમુખ શ્રી અરુણસિંહ રણાએ પણ તમામ શૂટર્સ ને મેડલ મેળવવા બદલ અને નેશનલમાં ક્વોલિફાઇ થવા બદલ અભિનંદન પાઠવ્યા છે. તેમજ આવનાર જી.વી. માવલંકર શૂટિંગ ચેમ્પિયનશિપ માં પણ સારું પ્રદર્શન કરી આવવા માટે શુભેચ્છાઓ પાઠવી છે. ભરૂચના બધા શૂટર્સ કોચ મિતલબેન ગોહિલ ના માર્ગદર્શન હેઠળ માત્ર છ મહિનાની મહેનત માં જ સારુ પ્રદર્શન કરી જિલ્લાનું નામ રોશન કરી રહ્યા છે.

Advertisement

Share

Related posts

ભરૂચ જિલ્લા ની 14 શાળાઓમાં ફાયર સિસ્ટમ જ નથી, તો 136 શાળાઓને ફાયર એનઓસી અંગે કડક સૂચના

ProudOfGujarat

નડિયાદમાં વહેલી સવારે વૃદ્ધને રખડતા ઢોરે શિંગડે ચઢાવતા ઘાયલ

ProudOfGujarat

અક્ષય કુમારે સુરત માટે ‘બચ્ચન પાંડે કી સવારી’ ને ફ્લેગ ઓફ કર્યું!

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!