સુરતના વરાછા વિસ્તારના એક મહિલા ત્રીજા માળેથી નીચે પટકાઈ હતી. ઇજાગ્રસ્ત મહિલાને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવી છે મહિલા ગંભીર હોવાનું તબીબોએ જણાવ્યુ હતું. બપોરે મહિલા સુકાવા નાખેલા કપડાં લેવા લોબીમાં ગયેલા કપડાં લેતી વખતે ગેલેરીનો ભાગ તૂટી પડતા નીચે પટકાયા હતા.બિલ્ડિંગમાં મેન્ટેનન્સના અભાવના કારણે ઘટના બની હોવાનું જાણવા મળે છે. ઘટના સીસીટીવીમાં દેખાતા પાલિકા અને પોલીસે સઘન તપાસ હાથ ધરી છે.
રૂપા એપાર્ટમેન્ટમાં રહેતા મધુબેન સોમાભાઈ પટેલ ગુરૂવારે બપોરે સૂકાવેલા કપડા લેવા માટે લોબીમાં ગયા હતાં. ઘરની લોબીની પાળી પાસે ઊભા હતા. એ દરમિયાન જ પાળી ઢળી પડી હતી. જેથી પાળીના ટેકે ઊભેલી મહિલા પણ નીચે પડી ગઈ હતી. જેથી તેમને ગંભીર ઇજાઓ પહોંચી હતી.
મહિલા ત્રણ દીકરી અને એક પુત્રની માતાના હોવાનું જાણવા મળે છે.મહિલાના પતિનું આશરે દસ વર્ષ અગાઉ નિધન થયું હતું. ઘરની પાળી છેલ્લા ઘણા સમયથી જર્જરીત હાલતમાં નીચે નમી ગઈ હોવાનું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે.
આ પાળી પર વજન આવતાં તે અચાનક ઢળી પડી હોવાનું સીસીટીવીમાં દેખાઈ રહ્યું છે. હાલ બિલ્ડીંગ ના મેન્ટેનન્સના અભાવના કારણે ઘટના ગટી હોવાનું પરિવાર માની રહ્યું છે. ત્યારે આ મામલે પોલીસે અને પાલિકા એ પણ તપાસ શરુ કરી છે