ભરૂચ તાલુકાના નિકોરા ગામ ખાતે ગુરુવારે બનેલીઆ ઘટનાએ સમગ્ર ગામા ખળભળાટ મચાવ્યો હતો,બવફા નીકળી પ્રેમિકા અને આવ્યો પ્રેમીના પ્રેમનો કરુણ અંત.પોતાની પ્રેમિકાને અન્ય યુવાન સાથે સબંધ રાખતા જોઇ પ્રેમીએ પોતાની જ પ્રેમિકાને ગુપ્તાંગ ના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી હતી.
વાત કંઈક આમ છે કે ભરૂચ ના નિકોરા ગામ ખાતે રહેતા જયંતિ ભાણા દેવીપૂજકે સુમન સુરેશ દેવીપૂજક ને તેની રખાત તરીકે રાખી હતી,દરમિયાનમાં જયંતિએ સુમનને ગામના રાણીયા ભલસી વસાવા સાથે કઢંગી હાલતમાં જોઈ જતા તે રોષે ભરાયો હતો.તેણે આવેશમાં આવી જઇ તેઓ બન્ને પણ હુમલો કર્યો હતો.જયંતિએ રાણીયા વસાવાને મારમારતા તે ત્યાંથી નાસી છૂટ્યો હતો.જ્યારે ઉશ્કેરાયેલા જયંતિએ તેની રખાત પર લાકડીના સપાટાની વણઝાર કરી હતી.તેના ગુપ્તાંગના ભાગે પણ ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.જેના પગલે તેનું ગંભીર ઇજાઓથી મોત નીપજ્યું હતું .
બનાવ સંદર્ભે નબીપુર પોલીસને જાણ થતાં પોલીસે મૃતક સુમનને પી.એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી હત્યાને અંજામ આપનાર જયંતિ દેવીપૂજકની ગણતરીના કલાકોમાં ધરપકડ કરી તેને જેલ ના સળિયા પાછળ ધકેલ્યો હતો.
ભરૂચ-નિકોરા ગામે પ્રેમી દ્વારા પ્રેમીકાની હત્યા મામલે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરતી પોલીસ
Advertisement