મળતી માહિતી મુજબ આમોદ ખાતે મોટા તળાવમાં મગર વરસાદી પાણીમાં તણાઈ આવેલો હોય તેવી લોકો દ્વારા બૂમો ઉઠવા પામી હતી આગામી દિવસોમાં ગણેશ વિસર્જન હોવાને કારણે ગણેશવિસર્જન કમિટી દ્વારા મામલતદાર તેમજ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં મગર પકડવા માટે અરજી આપવામાં આવી હતી તો બીજા દિવસે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ દ્વારા આમોદ વાવડી ફળીયાની પાછળ મોટા તળાવ આવેલું છે ત્યાં પાણીની ટાંકી પાસે તળાવની પાળ ઉપર લીમડાનું ઝાડ આવેલું છે અને તેની બાજુમાં તળાવની ફરતે દિવાલ બનાવેલી હોય ત્યાં દિવાલની પાસે તળાવના કિનારા ઉપર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના આર.એફ.ઓ. કિરપાલ સિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની એન.જી.ઓ માં ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ ના માર્ગદર્શન હેઠળ કામ કરતા અનિલ ભાઈ કે ચાવડા દ્વારા મગર પકડવાનું પાંજરુ ગઇકાલે આશરે છ વાગ્યાના સમયે મૂકવામાં આવ્યું હતું જે પાંજરામાં આશરે સવારના સાડા ત્રણ વાગ્યાના સમયે મગર પાજરે પુરાયો હતો આશરે સાત થી સાડા સાત ફૂટ લાંબો અને આશરે 50 થી 60 કિલોગ્રામ વજન ધરાવતો પાંજરામાં કેદ થયેલા મગરને જોવા માટે લોકટોળા ઉમટી પડ્યા હતા વનવિભાગ દ્વારા સલામત રીતે રેસ્ક્યું કરી મગરને બહાર કાઢવામાં આવ્યો હતો જેને બપોરના 2:30 વાગ્યાના સમયે કેવડીયા રેસક્યું સેન્ટર ખાતે છોડવા માટે લઈ જવાયો હતો.
આમોદમાં આવેલ મોટા તળાવમાંથી આશરે સાતથી સાડા સાત ફૂટ લાંબો મગર પકડાયો જેને કેવડીયા રેસ્ક્યુ સેન્ટર ખાતે છોડવા માટે લઈ જવામાં આવ્યો
Advertisement