હાલ વરસાદ પડતાં ગલી શેરીયુએ ગંદા પાણીના ખાબોચિયાં ભરાયાં છે ત્યારે રોગચાળાએ ભરડો લીધો હોય તેમ લાગી રહ્યું છે ત્યારે લખતરમાં સિઝનેબલ રોગચાળા અને સાદા મેલરીયાએ માથું ઉચકતા લોકો રોગચાળામાં સપડાયા છે.
હાલમાંજ ચોમાસુ ઋતુ ને કારણે વરસાદ થતાં જ લખતર ગામ અને ગામડામાં ઋતુજન્ય રોગચાળાએ માથું ઊંચક્યું છે ત્યારે લખતરમાં ઝાડાઉલ્ટી તાવ માથું કળતર જેવા રોગોએ માથું ઊંચક્યું છે ત્યારે ભૈરવપરા મફતિયાપરા જુગતરામ દવે સોસાયટી વિસ્તાર ને લખતર તાલુકા હેલ્થ દ્વારા હાઈરિસ્ક મેલેરિયા ગ્રસ્ત જાહેર કરાતા લોકોમાં ફફડાટની લાગણી ફેલાઇ જવા પામી છે.
આ સાથે લખતર સી.એચ.સી તથા લખતર ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભારેભીડ જોવા મળી રહી છે અને લખતર સી.એચ.સી ના તમામ બેડ ફૂલ થઈ જતા ડિલિવરી રૂમ અને એક ખાટલા માં બે દર્દી સુવડવાનો વારો આવ્યો છે. ત્યારે હાલ લખતર સી.એચ.સી સહિત ખાનગી દવાખાનાઓમા પણ કીડીયારું માફક દર્દીઓથી ઉભરાયા છે અને આ રોગચાળો વધુ માથું ઊંચકે તે પહેલાં ઘરે ઘરે સર્વે કરી દવા વહેંચવા લોકો ની માગ છે.
લખતર માં સિઝનેબલ રોગચાળા અને સાદા મેલરીયા એ માથું ઉચકતા લોકો રોગચાળામાં સપડાયા
Advertisement