Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે કોન્ટ્રાકટર ની લાપરવાહી પી. એમ.રૂમમાં જવાના માર્ગ ઉપર જ કન્સ્ટ્રકશન નું મટીરીયલ નાખવામાં આવતા રસ્તો બંધ

Share

પ્રાપ્ત માહિતી મુજબ આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે આરોગ્ય વિભાગ ની જૂની બિલ્ડિંગ છે તેની બાજુમાંથી પી.એમ.રૂમ તરફ જવાનો માર્ગ આવેલો છે અને તેની બાજુમાં નવો ઓ.પી.ડી.વિભાગ બનાવવામાં આવી રહ્યો છે પી.એમ.રૂમ માં જવાના માર્ગ ઉપર કોન્ટ્રાકટર દ્વારા નવી બની રહેલ બિલ્ડિંગ ના બાંધકામ માટે લાકડાની પ્લેટો, તેમજ લોખંડના સળીયા લાવવામાં આવ્યા હતા જે રસ્તા ઉપર ઠાલવવામાં આવતા પી. એમ .રૂમમાં જવા માટે મોટી સમસ્યા સર્જાઈ હતી.

ગઈકાલે સુડી ગામના પાટિયા પાસે સવારે એક પિતા પોતાની દીકરી હેતલબેન વાળંદને કોલેજ જવાનું હોય તેમજ વરસાદ હોવાથી દિલીપ ભીખા વાળંદ દીકરી હેતલને સુડી પાટિયા પાસે મુકવા આવ્યા હતા અને પિતા તેમજ પુત્રી બસની રાહ જોઇને ઉભા હતા ત્યાંજ બેફિકરાઈ અને ગફલાતભરી રીતે કાળમુખી બનીને આવેલી એક મોટર કારે બસની રાહ જોઈને ઉભેલા પિતાને અડફેટમાં લેતાં તેમનું કરુણ મોત થયું હતું.
પિતાને અકસ્માત થતાં પુત્રીએ તુરંત ૧૦૮ ને ફોન કર્યો હતો જેથી વાગરાની ૧૦૮ તરત ઘટનાસ્થળે પહોંચી હોવા છતાં ઇમરજન્સી સેવા આપતાં ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયને પોતાની મનમાની ચલાવી એક ઈજાગ્રસ્તને મૃત જાહેર કરી દીધો અને તેઓ પોતાની ફરજનું ભાન ભૂલી પોલીસની રાહ જોતાં રહ્યાં હતાં તેમજ અન્ય એક વ્યક્તિ ને ઇજાઓ થઈ હતી પરંતુ ૧૦૮ દ્વારા આમોદ રેફરલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક પહોંચાડવાની તસ્દી લીધી નહોતી જેથી મૃત પિતાની પુત્રી હેતલ વાળંદે ૧૦૮ ની ટીમ ઉપર ગંભીર આક્ષેપો કર્યા સુડી ગ્રામજનો તેમજ તેમના પરિવાર દ્વારા અકસ્માતમાં ઇજા પામેલ વ્યક્તિઓને ખાનગી વાહનમાં લઈ જવાની તજવીજ હાથ ધરી હતી પરંતુ તેમાં પણ ૧૦૮ ના કર્મચારી દ્વારા દખલગીરી કરવામાં આવી હતી આખરે અકસ્માતમાં ઈજા પામનારના પરિવાર તેમજ લોકટોળા નો આક્રોશ જોઈ સમય સૂચકતા વાપરી ૧૦૮ ના કર્મચારીઓ દ્વારા ઇજાગ્રસ્ત તેમજ મૃતકને આમોદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા આમોદ રેફરલ હોસ્પિટલના હાજર તબીબ દ્વારા દિલીપ ભીખાભાઈ વાળંદને મૃત જાહેર કર્યા હતા.

Advertisement

ત્યારબાદ તેમને પી.એમ. કરવા માટે ડેડબોડી પી.એમ રૂમમાં ખસેડવામાં આવી રહી હતી પરંતુ રસ્તામાં પી.એમ.રૂમ જવાના માર્ગ ઉપર જ કોન્ટ્રાકટર દ્વારા નવી બની રહેલ બિલ્ડીંગ નો સામાન રસ્તા ઉપર ઠાલવવામાં આવ્યો હતો જેને લીધે ત્યાં પી.એમ.રૂમમાં જવા માતે ભારે મુશ્કેલી સર્જાઈ હતી જેથી ડેડબોડી પી.એમ.રૂમમાં પહોંચાડવામાં વધુ સમય ખોરવાયો હતો જેને લીધે ત્યાં ઉપસ્થિત કેટલાક લોકોએ ડેડબોડી ઉંચકીને રસ્તા ઉપરથી ચાલી ડેડબોડી પી.એમ.રૂમમાં પહોંચાડી હતી જેથી ભારે જહેમત ઉભી થવા પામી હતી જો 108 ના કર્મચારીઓ તેમજ કોન્ટ્રાકટરો પોતાની મનમાની ચલાવી આજ રીતે કરતા રહેશે તો પ્રજા કોના પાસે પોતાની મદદ માંગશે આ રીતે કરી રહેલ કર્મચારીઓ તેમજ કોન્ટ્રાકટરો ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને તેઓને દંડ ભરવા પાત્ર થાય તેવી લોકમુખે ચર્ચાઓ ઉઠવા પામી હતી.


Share

Related posts

જામનગરની જી.જી.હોસ્પિટલમાં યૌન શોષણ મામલે ફરિયાદ બાદ બે આરોપીની ધરપકડ : હજી ત્રણ નામ બહાર આવવાની સંભાવના.

ProudOfGujarat

અંકલેશ્વર નગરમાં ઠેર ઠેર ટ્રાફિકજામની સમસ્યાના પગલે રાહદારીઓ ત્રાહિમામ

ProudOfGujarat

વડોદરા શહેર-જિલ્લામાં આજથી ત્રિદિવસીય કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાશે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!