સુરેન્દ્રનગરનાં ચુડા તાલુકાનાં મોજીદડ ગામમાં તળાવમાંથી ભેંસ કાઢવા જતાં આધેડનું મૃત્યુ થયું. પ્રાપ્ત માહિતી તા.27-08-2019 અનુસાર મોજીદડ ગામમાં ગત રાત્રે 11:00 કલાકે એક આધેડ વયની ઉંમરના વ્યક્તિ તળાવમાં ભેંસ કાઢવા જતાં તેમનો પગ પાણીમાં ગરકાવ થવાથી ડૂબી ગયા હતા. ત્યારબાદ તેમની શોધખોળ કરવા માટે રેશક્યુ હાથ ધરાયું હતું. આ આધેડને શોધવા માટે રાત્રીથી સવાર સુધી રેશક્યુ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આખી રાત ચલાવેલ આ રેસક્યુમાં સવાર થતાં આધેડ વયની વ્યક્તિની તલાવમાથી લાશ મળી આવેલ હતી. તલાવમાંથી લાશને બહાર કાઢીને ચુડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં પોસ્ટ મોટર્મ અર્થે મોકલી દેવામાં આવેલ હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મૃત્યુ પામેલ વૃદ્ધ પરામર દિલાવરસિંહ ફૂલજીભાઇ ઉમર વર્ષ 73 ગામ મોજીદડની ઓળખ કરવામાં આવેલ હતી.
Advertisement