Proud of Gujarat
FeaturedGujaratINDIA

ગુજરાત રાજય મહેસૂલી કર્મચારી મહામંડળનું કર્મચારીઓનાં પડતર પ્રશ્ને આવેદનપત્ર

Share

આજરોજ તા. 26-8-2019 રોજ ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળના નેજા હેઠળ મહેસૂલી કર્મચારીઓની માંગણી અને પડતર પ્રશ્નોનાં નિકાલ માટે ભરૂચ જિલ્લા ક્લેક્ટરશ્રી મારફતે રાજ્યના અધિક મુખ્ય સચિવ સામાન્ય વહીવટ તથા અધિક મુખ્ય સચિવશ્રી મહેસૂલ વિભાગને આવેદનપત્ર આપવામાં આવેલ અને વિવિધ કાર્યક્રમ કરી જિલ્લા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરવામાં આવેલ .
આવેદનપત્રમાં તલાટીઓ, ક્લાર્ક, મામલતદાર અને તમામ કર્મચારીઓની ભરતી તેમજ બઢતી અને બદલી પ્રમોશન જેવા પાયાના પ્રશ્નોનાં ઝડપી નિકાલ માટે રજૂઆત કરવામાં આવેલ છે. આવેદનમાં કર્મચારી મહામંડળ દ્વારા તેઓની વારંવારની રજૂઆતો છતાં કોઈ નિર્ણય ન લેવાતો હોય તેઓએ ના છૂટકે આ વિવિધ કાર્યક્રમ કરવાની ફરજ પડેલ છે. અને હજુ પણ કોઈ યોગ્ય નિરાકરણ ન આવે તો તા.29-08-2019 થી અચોક્કસ મુદતની હડતાળ કરવાની ચિમકી ઉચ્ચારેલ છે. આજ રોજ કર્મચારીઓએ માસ સી.એલ. મૂકી હડતાળની શરૂઆત કરી જ દીધી છે અને જેના પગલે કચેરીઓમાં આવતા અરજદરોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે અને સરકાર કોમ્પુટર ઓપરેટરો પાસે કામ લઈ રહી હોય તેનાથી અરજદારોના પ્રશ્નોનું નિરાકરણ થતું ન હોય જેથી સરકાર સામે કર્મચારી મંડળ સહિત હેરાન થતી પ્રશ્નમાં પણ રોષ જોવા મળી રહેલ છે.

Advertisement

Share

Related posts

વિરમગામ એસટી ડેપો ખાતે મેડિકલ કેમ્પ યોજાયો અને ઓ.આર.એસનું વિતરણ કરાયુ…

ProudOfGujarat

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં જન્મદિન નિમિત્તે ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ.

ProudOfGujarat

નેત્રંગ તાલુકાના અલગ અલગ ત્રણ ગામો ખાતે “આત્મ નિર્ભર ગ્રામયાત્રા”નો રથ આવ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!