અંકલેશ્વરના ભાદી ગામે એકજ કોમના 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ ગત મોડી સાંજે થતા તાલુકા પોલીસ તંત્ર દોડતું થઈ ગયું હતુ. તલવાર,ધારિયા સહિતના મારક હથિયારો વડે થયેલા હિંસક હુમલામાં બંને પક્ષે 10 થી વધુ ને ઇજા પોહચી હતી.ફાયરિંગ કરવા જતાં રિવોલ્વર માથી ફાયર ના થયું હોવાની પણ રાવ કરવામાં આવી છે. તાલુકા પોલીસ મથકે સામ-સામે ફરિયાદ નોધાતા પોલીસ ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. 2016 માં કરાયેલ પોલીસ ફરિયાદને લઈ અવારનવાર બંને જૂથ વચ્ચે ઝગડાથી ગામનું વાતાવરણ દોહરાયુ છે. તો હાલ માંજ પાનોલી જીઆઇડીસીમાં યુવાન પર હુમલાનું કારણ પણ આજ ઝગડો હોવાને રાવ કરવામાં આવી છે.
અંકલેશ્વર તાલુકાના ભાદી ગામ ખાતે ફરી એકવાર એકજ કોમના 2 જૂથ વચ્ચે હિંસક હથિયારો વડે લોહિયાળ અથડામણની સર્જાય હતી. પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદ મુજબ મહંમદ ઐયુબ સીદાત દ્વારા 2016માં ગામના મહંમદ ઐયુબ લીંબાડા તેમજ અન્યો માર મારતા પોલીસ ફરિયાદ કરી હતી. જે બાબતે સમાધાન કરવાનું કહેતા સમાધાન કર્યું ના હતું જેની રીસ રાખી મહંમદ ઐયુબ લીંબડાએ સમાધાન કરી નાખ નહીતો આજે તું ગયો તેમ કહી રિવોલ્વર બતાવી ફાયરિંગ કરવા જતાં ફાયરિંગ થયેલ નહીં એ પછી મહંમદ ઐયુબ સીદાત મસ્જિદમાંથી બહાર નીકળતા મહંમદ આઈયુબ લીંબડા તેમજ ઐયુબ લીંબાડા, યુસુફ લિંબાડા, અબ્દુલ લિંબાડા ઇદ્ધિશ કડવા, સાજિદ સપાટ, ઇબ્રાહીમ મુલ્લા, અહમદ તરકી, શહેનાઝ સપાટ,આયશા, જેનબ દ્વારા તલવાર, ધારિયા સહિત મારક હથિયારો વડે હુમલો કર્યો હતો જેમાં છોડવા પડેલ ઇબ્રાહીમ અને ઉસ્માન ગનીને પણ માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી. તો સામે પક્ષે સાયમા અબ્દુલ ઐયુબ લીંબડા દ્વારા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં 28 મી મેના રોજ પાનોલી ખાતે અબ્દુલ ઐયુબ લીંબડાને માર માર્યો હોવાની ફરિયાદ નોંધાવી હતી જેમાં સંડોવણી સામે બહાર આવવાની શક્યતાને કારણે ઉસ્માન ગની અબ્દુલ ગભાણવાળા, આદમ ડિપોટી, હારુન ઇસ્માઇલ, મહંમદ અબ્દુલ ગભાણવાળા,ઇબ્રાહીમ ગભાણવાળા, બક્કર ગભાણવાળા,ઇમરાન ડિપોટી, ઝુનેદ લિંબાડા, ફિરોજ તર્કી, તેમજ અન્ય 2 ઇસમો દ્વારા મારક હથિયારો વડે હુમલો કરી માર તલવાર,ધારિયા વડે માર મારી 8 થી વધુ લોકો ઇજા પહોચાડી હોવાની ફરિયાદ કરી હતી. પોલીસ બંને પક્ષે ફરિયાદ લઇ રાયોટિંગ, આમ્સ એક્ટ, સહિતનો ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી. તેમજ ગામમાં દોહરાયેલ વાતવારણને ધ્યાને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો હતો.
અંકલેશ્વરના ભાદી ગામે એકજ કોમના 2 જૂથ વચ્ચે હિંસક અથડામણ
Advertisement