ભરૂચની એક સોસાયટીમાં રહેતા મામાના ઘરે માતા સાથે રહેવા આવેલી અને અભ્યાસ કરવા મામાના ઘરે રહેતી દીકરી ઉમર વર્ષ આશરે 16 અને તેની માતાએ કામ કરવા અંગે ઠપકો આપતા સગીરાને લાગી આવ્યું હતું અને ઘર છોડીને શ્રવણ ચોકડીથી રિક્ષામાં બેસી રેલ્વે સ્ટેશન આવી કોસંબા તરફ જતી ટ્રેનમાં બેસી ગઇ હતી. જ્યાં અંધારું થતાં કોસંબના પ્લૅટફૉર્મ પર એકલી બેસેલ સગીરાનો એકલતાનો લાભ લઇ આરોપી શાહરૂખ કરીમ શેખ રેલ્વે પ્લૅટફૉર્મ પર આવી સગીરાને પટાવી ફોસલાવી મદદ કરવાના બહાને પોતાનાં ઘરે લઇ જઇ જ્યાં સગીરાએ આરોપીને તમામ વિગત જણાવી હતી. આરોપી શાહરૂખએ પોતાના ઘરે ગોંધી રાખી બળજબરીથી અવારનવાર બાળાત્કાર તેમજ જાતિય સતવણી કરી હતી. ત્યારબાદ સગીરાને વિવિધ સ્થળોએ શાહરરૂખ લય ગયો હતો. તેવામાં સુરત રેલ્વે સ્ટેશન પર ટિટિએ આરોપી અને સગીરાને ટિકિટ અંગે પૂછપરછ કરતાં આરોપી સગીરાને રેલ્વે પ્લેટફોર્મ પર છોડી પૉલિસ આવે એ પહેલાં ભાગી ગયો હતો. સમગ્ર બનાવની જાણ પોલીસને થતાં આ અંગેની ફરિયાદ A ડિવિઝન પોલિસમાં નોધાઇ હતી. જે અંગે ઇ.પી.કો ની કલમ- 363,366,376 તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સુયલ ઓફેન્સીસ એક્ટ 2012 ની કલમ-4 અને 6 મુજબનો ગુનો નોધાયો હતો. આ અંગે કેસ ભરૂચના એડિશનલ એંટ ડી.સે.જડ્જ શ્રી એસ.વી વ્યાસની કોર્ટ સમક્ષ ચાલી જતાં સરકારી વકીલ પરેશ બી પંડ્યાની દલીલો અને ચૂકાદાઓને ધ્યાનમાં લેતા આરોપી શાહરરૂખ કરીમ શેખને ઇ.પી.કો ની કલમ- 363,366,376 તથા ધી પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફોર્મ સેક્સુયલ ઓફેન્સીસ એક્ટ 2012ની કલમ-4 અને 6 મુજબ તમામ ગુનામાં કસૂરવત ઠેરવી 10 વર્ષના કાળાવાસની સખ્ત સજા તેમજ 3 લાખનું વળતર ભોગ બનનારને ચૂકવી આપવા અદાલતને આદેશ કરેલ છે.
ભરૂચ – સગીરાને માતાએ ઠપકો આપતાં ઘર છોડી જતાં કોસંબા સ્ટેશન પર જતી રહેલી સગીરાને પોતાના ઘરે લાવી વારંવાર બાળાત્કાર ગુજારનાર આરોપીને 10 વર્ષ કાળાવાસની સખ્ત સજા તેમજ 3 લાખ નો દંડ ચૂકવવાનો આદેશ કરતી ભરૂચ એડિશનલ ડી. સેશન કોર્ટ
Advertisement