વિશ્વમાં પર્યાવરણની સમસ્યાઓ જટિલ સ્વરૂપ ધારણ કર્યું છે. ત્યારે આ સ્મસ્યાના ઉકેલ અંગે જાગૃત કંપની દ્વારા વિવિધ પ્રોજેકટ અમલમાં મૂકવામાં આવે છે. આવો જ એક વૃક્ષારોપનનો પ્રોજેકટ ગુજરાત ફ્લોરો કૅમિકલ દહેજ દ્વારા ગ્લેનડા ગામે યોજવામાં આવ્યો હતો. જેમાં વૃક્ષારોપણ બાદ માવજતની પણ જવાબદારી લેવામાં આવી હતી.ગુજરાત ફ્લોરો કેમિકલ્સ લિમિટેડ દહેજ દ્વારા સીએસઆર પ્રવૃત્તિના ભાગરૂપે દહેજ વિસ્તારમાં આવેલ ગલેન્ડા ગામે, ગ્રામ પંચાયતના સહયોગથી વૃક્ષારોપણનું આયોજન કરેલ. હાલના ઉદ્યોગીકરણના જમાનામાં આપણા પ્રદેશમાં અને દેશમાં વધુને વધુ વૃક્ષોનું વાવેતર અને જતન જરૂરી બની ગયુ છે, જેથી કરીને ગ્લોબલ વોર્મિંગની અસરો નિવારી શકાય. જેમાં કંપનીના એચ.આર હેડ ડો. સુનીલ ભટ્ટ, નિલય દેસાઈ તથા ધવલસિંહ સોલંકી, ગામના સરપંચ, જિલ્લા પંચાયતના સભ્ય શ્રી ઇશાકભાઇ તેમજ ગામના વડીલોની હાજરીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. જેમાં શ્રી ઇશાકભાઇ એ ગ્રામજનો વતી ખાત્રી આપેલ કે તેઓ આ વૃક્ષોની જાળવણી કરશે.
ગુજરાત ફ્લોરો કેમિકલ લિમિટેડ દહેજ દ્વારા પર્યાવરણ જાળવણી અંગે આવકારદાયક કામગીરી
Advertisement