પાલેજ ગ્રામ પંચાયતમાં ઉપ સરપંચ વિરુધ્ધ અવિશ્વાસની દરખાસ્ત મંજુર
પાલેજ તા.૧૬
પાલેજ પંચાયત ની નવી ચૂંટાઈ આવેલી બોડી માં લાંબા સમયથી ડેપ્યુટી સરપંચ ને લઈ કોકડું ગૂંચવાયેલું હતું. સ્થાનિક કક્ષા થી માંડી તાલુકા જિલ્લા તેમજ હાઇકોર્ટ સુધી પાલેજ ગ્રામપંચાયત ના મહિલા ડેપ્યુટી સરપંચ ચર્ચા નો વિષય બનવા પામ્યા હતા. શુક્રવાર ના રોજ ગ્રામ પંચાયત માં તેઓની વિરુદ્ધ અવિશ્વાસ ની દરખવાસ્ત લવાતા ૧૨ વિરુદ્ધ ૫ મત થી પસાર થતા ડેપ્યુટી સરપંચ હસ્મિતાબેન ને પદ ઉપર થી હટાવવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર પાલેજ ગ્રામ પંચાયતના સદસ્ય સુબરાતશા મહંમદશા દીવાન સહિત ૮ સદસ્યોએ પાલેજ ગ્રામ પંચાયત ખાતે અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરેલ હતી. જેને પગલે શુક્રવારના રોજ ભરૂચ મદદનીશ તા.વિ અધિકારી એચ એચ.કાયસ્થ તથા સર્કલ અધિકારી અને તલાટી કમ મંત્રીની કરણસિંહની હાજરીમાં શુક્રવારે ગ્રામ પંચાયતના તમામ સદસ્યોની એક મિટિંગ યોજાઇ હતી.
જેમાં પંચાયત ના ચૂંટાઈ આવેલા સભ્ય તેમજ સરપંચ સહિતના લોકો હાજર રહ્યા હતાં.જેમાં સરપંચ સહિત ૧૨ સભ્યો ની બહુમતી અવિશ્વાસ ની દરખાસ્ત ને મળતાં ઉપ સરપંચ હસ્મિતાબેન ઘનશયામભાઈ પટેલ વિરૂદ્ધ અવિશ્વાસ ની દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી .જ્યારે બીજી તરફ ઉપસરપંચ ની તરફેણ માં ૫ આંગળી ઊંચી થતા ૧૨ વિરુદ્ધ ૫ નું મતદાન થવા પામ્યું હતું.પંચાયત સદસ્ય સલીમ વકીલ દ્વારા મિટિંગ દરમિયાન માં ડે. સરપંચ ગામ વિકાસ નાં કામો માં અડચણ રૂપ કામગીરી કરતાં હોવાના કારણે અવિશ્વાસ ની દરખવાસ્ત લાવવાની જરૂર પડી હોવાનું જણાવ્યું હતું, ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમય થી પાલેજ પંચાયત ના ડે.સરપંચ ના પદ ને લઇ પાલેજ ગ્રામ પંચાયત ચર્ચાના કેન્દ્ર માં રહેવા પામી હતી