પાલેજ માં રાષ્ટ્રીય પર્વ ની ધામધૂમ થી ઉજવણી કરાઈ
ઇમરાન ઐયુબ મોદી- પાલેજ
પાલેજ માં ૧૫ મી ઓગષ્ટ ને ગુરુવાર નાં રોજ સવારે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે હાઇસ્કુલ શાળાઓ થી માંડી જી.આઇ.ડી.સી સુધી માં અનેક ઠેકાણે ધ્વજવંદન વિધિ નો કાર્યક્રમ ની ઉજવણી કરાઈ હતી.
પાલેજ ઝંડા ચોક વિસ્તાર માં ગ્રામ પંચાયત સરપંચ નસીમબાનું પઠાણ હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો જ્યારે પાલેજ હાઇસ્કુલ માં પાલેજ માંગરોળ ગાદી નાં સજજાદ નસીન પીર મોઇનઉદ્દીન ફરીદ દુદ્દીન પીરજાદા(ચિસ્તી) નાં હસ્તે ધ્વજવંદન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે ગ્રામજનો મોટી સંખ્યા માં ઉપસ્થિત રહ્યાં હત પાલેજ કુમાર શાળામાં સરપંચ શ્રીમતિ નસીમાબેનના અધ્યક્ષપણામા સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી. ધ્વજવંદન વિધિ પંચાયતના સદસ્ય અને કુમારશાળા પાલેજના એસ.એમ.સી ના સભ્ય શબનમબેન ચૌહાણના વરદ હસ્તે કરવામાં આવી જેમાં ગ્રામ પંચાયતના સભ્યશ્રીઓ ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઇ ધામધૂમથી સ્વાતંત્ર દિનની ઉજવણી કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષક શ્રી નિઝામુદ્દીન શેખ સાહેબે કર્યું.પાલેજ ગ્રામ પંચાયત કચેરી ખાતે સદસ્ય ઈકબલખાન પઠાણ હસ્તે ધ્વજવંદન વિધિ યોજવામાં આવી હતી.