Proud of Gujarat
FeaturedGujaratHealth

“રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ”ની તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ દ્વારા ઉજવણી કરવામાં આવી…

Share

વંદના નીલકંઠ વાસુકિયા – વિરમગામ

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી કર્મચારીઓ દ્વારા ૮ ઓગસ્ટ ૨૦૧૯ના રોજ“રાષ્ટ્રીય કૃમિનાશક  દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી. વિરમગામ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરમગામ તાલુકામાં ૧ થી ૧૯ વર્ષના બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી હતી અને કૃમિથી બચવાના ઉપાયો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામની ટીમ સહિત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર, સુપરવાઇઝરો દ્વારા સપોર્ટીવ સુપરવીઝન કરવામાં આવ્યુ હતુ. પ્રાથમિક શાળા ગોરૈયા ખાતે આયોજિત કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, મેડિકલ ઓફિસર ડો.સંગીતા પટણી , પી.એ. ન્યુટ્રીશન તૃપ્તિબેન, નીપી પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર નિકીતા રાણા, શાળાના આચાર્ય ધનિબેન, ગૌરીબેન મકવાણા, કાન્તિભાઇ મકવાણા,જયેશ પાવરા, હાર્દિકા ગોસ્વામિ સહિતના આરોગ્ય વિભાગના અધિકારીઓ કર્મચારીઓ દ્વારા વિદ્યાર્થીઓને કૃમિનાશક ગોળી ખવડાવવામાં આવી હતી.

Advertisement

વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ”ની ઉજવણીના ભાગ રૂપે ૮ ઓગસ્ટ ૨૦૧૯ના વિરમગામ તાલુકાના ૧ થી ૧૯ વર્ષની વય જુથના આંગણવાડી, પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા,શાળામાં જતા કે શાળામાં ન જતા બાળકોને એક જ દિવસે ઉંમર પ્રમાણે કૃમિનાશક ટેબલેટ ખવડાવવામાં આવી હતી. કૃમિનાશક ગોળી કૃમિથી થતા ચેપ સામે રક્ષણ આપે છે. કૃમિના ચેપથી બાળકોના સ્વાસ્થ્ય પર લોહીની ઉણપ, કુપોષણ, ભુખ ન લાગવી, બેચેની,પેટમાં દુઃખાવો, ઝાડા ઉલ્ટી અને વજન ઓછુ થવુ જેવી અનેક હાનીકારક અસરો જોવા મળે છે. બાળકોને કૃમિનાશક ગોળી ખવડાવવાથી લોહીની ઉણપમાં સુધારો,પોષણ સ્તરમાં સુધારો, સ્કુલ અને આંગણવાડીમાં હાજરી અને ગ્રહણશક્તિ સુધારવામાં મદદરૂપ થાય છે, ભવિષ્યમાં કાર્યક્ષમતામાં અને જીવન દરમાં વૃધ્ધી,વાતાવરણમાં કૃમિની સંખ્યા ઓછી હોવાથી જન સમુદાયને લાભ થાય છે.


Share

Related posts

ભારતનું કોલ્ડચેઈન બજાર વર્ષ 2022 માં રૂ.1.28 લાખ કરોડનું છે જે વર્ષ 2027 સુધીમાં રૂ.2.86 લાખ કરોડથી વધુ થવાની શકયતા.

ProudOfGujarat

હાંસોટ તાલુકા નિવૃત કર્મચારી મંડળ દ્વારા મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન પેટે એક લાખ એક હજારનો ચેક મામલતદાર કચેરીનાં મામલતદારને અર્પણ કર્યો.

ProudOfGujarat

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે પંચમહાલ જિલ્લામાં વિવિધ જનહિતલક્ષી કાર્યક્રમોનું આયોજન.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!