ઈનર વ્હીલ ક્લબ દ્વારા અનાથના નાથનો સન્માનસમારોહ યોજાયો
અંકલેશ્વરની ઇનર વ્હીલ ક્લબ દ્રારા એવા માતાપિતાનુ સન્માન કરવામાં આવ્યું જેમણે અનાથ બાળકને દત્તક લીધેલ છે અને પોતાના બાળકની જેમ અપનાવીને તેમને માતા- પિતા નો પ્રેમ આપ્યો છે અને આ રીતે બાળકને નવી જીંદગી અને નવી દિશા આપી છે. આ માતાપિતા બાળકની જીવનભર જવાબદારી નિભાવે છે. તેથી તેઓને પ્રોત્સાહન આપવું, પ્રશંસા કરવી અને ઓળખાવા જોઈએ એવું પ્રેસિડેન્ટ નમ્રતા પટેલે જણાવ્યું હતું. આ સમારોહમાં CWC ના ચેરમેન R.V.Patel સાહેબ, શિક્ષણ સમિતિના અધ્યક્ષ કીજલબા ચોહાણતથા વિવિધ સંસ્થાના પ્રમુખ પણ હાજર રહ્યા હતા.આ ઉપરાંત લોકોમાં જાગૃતતા લાવવા માટે રિક્ષા પર બેનર લગાવવામાં આવ્યા હતા.
આ ઉપરાંત દંપતી ઓએ પોતાના વિચારો રજૂ કરતા જણાવ્યું હતું કે અમને ગર્વ થાય છે કે ભગવાન એ અમને યશોદા મૈયા બનવાનો મોકો આપ્યો. બાળક દત્તક લેવુ એ સમાજ થી છુપાવા જેવી વાત નથી પણ ગૌરવ લેવા ની વાત છે કે એક અનાથના નાથ બની ને એમને માતા-પિતા નો પ્રેમ આપી એ છીએ. સાથે સાથે બાળક પણ આપણને સંપૂર્ણતાનો અનુભવ કરાવે છે. આ બાબત માં સમાજે પોતાના વિચારો બદલી ને આગળ આવવાની જરૂર છે.