ભરૂચ જિલ્લામાં અવિરત ભારે વરસાદ ના કારણે નર્મદા નદીના કિનારાના વિસ્તારમાં પાણી ભરાઇ જવાથી જનજીવન અસ્તવ્યસ્ત થવા પામ્યું હતું અને પુરના કારણે લોકોની જીવન જરૂરીયાત ની ચીજવસ્તુઓ તથા ખાવા પીવાની વસ્તુઓ ને ભારે નુકસાન થવા પામ્યુ હતું. જયારે ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોના લોકો ઘર વિહોણા બન્યા છે. ઘરવખરી તણાઈ ગઈ. ઘરમાં પાણી ઘુસી જતા અનાજ બગડયું હોવાથી ખોરાક પુરતા પ્રમાણમાં ન મળતા સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચના સભ્યો દ્વારા રાહત કાર્ય થઈ રહ્યું છે. ફુડ પેકેટ, કપડા, સહિતની સામગ્રી અસરગ્રસ્તોને પહોંચાડવામાં આવી ર છે.ફુડ પેકેટ તૈયાર કરવામાં આવ્યા હતા સાથે સેવાભાવી નાગરિકો દ્વારા સ્થિતિને કાબુમાં લેવાના પ્રયત્નરૂપે કપડાં તથા સાધન સામગ્રીની સહાય પહોંચાડાઈ છે.
Advertisement