*દક્ષિણ ગુજરાત ના ખેડૂતો માટે આનંદ ના સમાચાર*
*ઉકાઇ ડેમ ની સપાટી માં થતો સતત વધારો*
4.08.19..
દક્ષિણ ગુજરાત ના અને તેમાં પણ નર્મદા નદી ના કાંઠા ના વિસ્તારો પણ નર્મદા નદી ના પાણી ની સપાટી કરતા તાપી નદી પર બનેલ ઉકાઈ ડેમ ની પાણી ની સપાટી પર વધુ ધ્યાન કેન્દ્રિત કરતા હોય છે તેઓ ખેતી માટે ઉકાઈ ડેમ ના પાણી પર નિર્ભર હોવાને કારણે એમના માટે એજ જીવા દોરી છે.
હાલ ઉપરવાસમાં થઈ રહેલા ભારે વરસાદને લીધે ઉકાઇ ડેમમાં સતત વરસાદી પાણીની આવક થઇ રહી છે અને તેને લીધે ઉકાઇ ડેમની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. આજે રવિવારે ડેમની સપાટી 311 ફૂટને સ્પર્શી ગઇ હતી. હાલ ઉકાઇ ડેમમાં ઇનફ્લો 326856.00 ક્યુસેક્સ ની આસપાસ છે. બપારે એક વાગ્યે ઇનફ્લો 3,87,968.000 ક્યુસેક હતો જ્યારે એસ્કેપ માત્ર 600 ક્યુસેક. હાલ જે રીતે ઉપરવાસમાં 8 કલાકમાં 8 ઇંચ વરસાદ પડ્યો છે એ જોતા આ વર્ષે ઉકાઇ ડેમની સપાટી 320 ફૂટને આરામથી પાર કરે તેવી સંભાવના છે. ગત વર્ષે સપાટી 319 ફૂટ પર અટકી હતી. જો હથનુર ડેમમાંથી હવે પાણીનો ફ્લો ઓછો કરવામાં આવ્યો છે તેથી આ સપાટી 325ને પાર કરે તેવી કોઇ સંભાવના નથી. ભયજનક સપાટી 335 ફૂટ છે તેથી સુરત પર હાલ કોઇ પૂરનું સંકટ આવ્યું નથી.
અતિ ભારે વરસાદ ના કારણે કેટલીક જગ્યાએ જાન માલ નો નુકશાન થયો હોવાથી એ આફતરૂપ બન્યો છે. જ્યારે એ જ વરસાદ દક્ષિણ ગુજરાત ના ખેડૂતો માટે આશીર્વાદ રૂપ પણ બન્યો છે
*પુર ની સંભવના નહિવત છે જેની ખોટી અફવાહો ફેલાઈ રહી છે.*
સિંચાઈ વર્તુળના જણાવ્યા મુજબ ડેમમાં ૩૩૫ ફુટ સુધી કોઈ ચિંતા નથી. તેમ છતાં દર કલાકે ડેમની આવક પર નજર છે. cwc પાણીની આવક બાબતે તમામ ડેટા સિંચાઈને આપશે આગામી ૨૪ કલાકમાં ડેમની સપાટીમાં ૧૨ થી ૧૫ ફુટનો વધારો થઈ શકે. ડેમની સપાટી ૩૩૫ ફુટ સુધી ભરી શકાશે અને હજી ડેમ ૨૫ ફુટ ખાલી છે.ડેમને હજી ૨૮૦૦ એમસીએમ પાણીની જરૂર છે તો જ જેમ ૩૩૫ ફૂટની સપાટીએ પહોચશે.