દિનેશભાઇ અડવાણી
ઇઝાગ્રસ્તોને સારવાર હેઠળ ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરાયા.
ભરૂચ,
ભરૂચ નગર પાલિકા દ્વારા જર્જરિત મકાનોને ઉતારી લેવાની કામગીરી નિષ્ફર મિશ્રી હોવાની ચર્ચા ચાલી રહી હતી ત્યાં ગતરોજ વસંતનગર વેજલપુર બમ્બાખાના વિસ્તારમાં બે માલનું મકાન ગસરાય જતા નાસભાગ મચી ગઈ હતી. આ ગતનામાં બે વર્ષની બાળકી મકાનના પેહલા માળના કાટમાળ પર એક કલાક કરતા વધુ સમય સુધી લટકી રહી હતી. પરંતુ ભરૂચના ફાયરબિગ્રેટ બાળકી સહીત છ ઇઝાગ્રસ્તોને બચાવી લીધા હતા, હાલ ઈજાગરસ્તીઓ ભરૂચની વિવિધ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.
આ ગતનાની વિગત જેમાં પ્રોમોશન કામગીરીના એક ભાગે ભરૂચ નગર પાલિકા ધ્વરા જર્જરિત મકાનો અંગે પૂરતી કામગીરી કરાઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો તેમ છતાં હાલના વરસાદમાં બે મકાનોની દીવાલ ધસી પડી હતી. તેવામાં ગત રાત્રીના સમયે વેજલપુર બમ્બાખાના વસંતનગરમાં એક- બે માલનું મકાન ધસારાઈ ગયું હતું, જેમાં એક કપિલાબેન આર. મિસ્ત્રી ઉ.વ ૫૦, રમેશ શંકર મિસ્ત્રી ઉ.વ.૫૩, પ્રદીપ રમેશ મિસ્ત્રી ઉ.વ.૨૨, ગુણવતીબેન રાજુભાઈ શ્રીવાસ્તવ ઉ.વ.૨૪, રજુ મિસ્ત્રી ઉ.વ.૫૦, દિવ્યા ઉ.વ. ૨, ને ઇઝા પહોંચી હતી બનાવમાં બે વર્ષની બાળકી એવી દિવ્યા પેહલા માળના કાટમાળ પર એક કલાક કરતા વધુ સમય લટકી રહી હતી તેનો કુદરતી રીતે બચાવ થયો હોય એમ કહી શકાય. આ બનાવના ઇઝાગ્રસ્તોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી રહી છે.