દિનેશભાઇ અડવાણી
અંકલેશ્વર જીઆઇડીસી ખાતે આજરોજ ફરી એકવાર ખુલ્લી કાંસો માં કોઈ બેજવાબદાર ઉદ્યોગકારો દ્વારા લાલ કલરનું કેમિકલયુક્ત પાણી છોડાતા ચકચાર મચી જવા પામી છે.અંકલેશ્વર જીઆઇડીસીમાં જી.આઈ.ડી.સી કેમિકલ ઉધોગોને લઇને ચર્ચામાં રહે છે. જ્યારે જ્યારે પણ વરસાદ પડતો હોય ત્યારે કેટલીક બેજવાબદાર કંપનીઓ દ્વારા વરસાદી કાંસમાં પાણી છોડવાની પ્રવૃત્તિ પૂર જોશમાં ચાલી રહી છે.
આજરોજ પણ અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારની અંદાડા ગડખોલ ગામમાંથી પસાર થતી વનખાડીમાં લાલકલર તેમજ કાળાકલરનું પાણી છોડવામાં આવ્યું હતું.આ પાણીની તીવ્ર દુર્ગંધથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હતા,આ અંગે જાણ પણ કરી હતી. જીપીસીબીએ તપાસ કરવાની બાહેધરી આપી હતી, પરંતુ આવી કંપનીઓ સામે કડક પગલાં ભરે એવી લોકમાંગ ઉઠવા પામી છે.
હાલમાં જ કિટીકલ ઝોન માંથી મુક્તિ મળેલ હતી. પરંતુ ફરી એકવાર અંકલેશ્વર જીઆઇડીસી ને ક્રિટ્ટીકલ ઝોનમાં સમાવેશ કરાતા ઉધોગકારોમાં ભારે નારાજગી થવા પામી છે. પરંતુ આવા કેટલાક તત્વો દ્વારા અંકલેશ્વર જીઆઇડીસી બદનામ થઈ રહી છે.