દિનેશભાઇ અડવાણી
પોલીસે બાતમીના પગલે વિદેશી દારૂની બોટલ નંગ-૨૭૧૨ તથા ગુનામાં વપરાયેલ રૂ.૧૫.૯૭ લાખના વાહનો,રોકડ રકમ રૂ.૨૭,૫૦૦ કબજે કરી નવ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા
હવે રેન્જ આઈ.જી ઓલપાડ પોલીસ સ્ટેશન ના પી આઈ ને સસ્પેન્ડ કરશે?
ઓલપાડ તાલુકાના કાંઠા વિસ્તારની દરિયાઇ પટ્ટીના નરથાણ ગામની સીમમાંથી જિલ્લા એલસીબી-એસઓજી પોલીસની સંયુક્ત ટીમે રૂ.૫.૮૮ લાખની કિંમતની વિદેશી દારૂની બોટલ નંગ-૨૭૧૨ ઝડપી પાડતા તાલુકાના બુટલેગરોમાં ફફડાટનો માહોલ ફેલાયો છે.જ્યારે પોલીસે ગુના સ્થળેથી ગુનામાં વપરાયેલ રૂ.૧૫.૯૭ લાખના વાહનો,રોકડા રૂ.૨૭,૫૦૦ મળી કુલ રૂ.૨૧.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કુલ નવ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા છે.
માહિતી મુજબ ગત બુધવાર,તા-૨૪ જુલાઇની મોડી રાતે ઓલપાડ તાલુકામાં પેટ્રોલીંગમાં હતા,ત્યારે જિલ્લા એલસીબી-એસઓજી પોલીસને બાતમી મળી હતી કે,ઓલપાડ તાલુકાના નરથાણ ગામની સીમમાં તાપીવેલી ઇન્ટરનેશનલ સ્કૂલની પાછળના ભાગે વિપુલ પટેલના તબેલાની બાજુની ખુલ્લી જગ્યામાં કેચલાક બુટલેગરો વિદેશી દારૂનો જથ્થો સગેવગે કરી રહ્યા છે.આ બાતમીના પગલે જિલ્લા એલસીબી-એસઓજી પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી રાત્રે ૧૧ કલાકના સુમારે ઘટના સ્થળે છાપો મારતા ત્યાંથી ભારતીય બનાવટનો પાસ પરમીટ વિનાના વ્હીસકી-બીયરના બોક્ષ નંગ-૧૨૫ માં છુપાવેલ બોટલ નંગ-૨૭૧૨,જેની કિંમત રૂ.૫.૮૮ લાખ મળી આવી હતી.જા કે પોલીસની રેડ પડતા જ બુટલેગરો પોલીસને ચકમો આપી ઘટના સ્થળેથી ફરાર થઇ જતા કુલ નવ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા હતા.જ્યારે પોલીસે ગુના સ્થળેથી ગુનામાં વપરાયેલ ચાર ફોર વ્હીલ કાર,બે મોટર સાઇકલ તથા રોકડ રકમ મળી કુલ રૂ.૨૧.૮૫ લાખનો મુદ્દામાલ કબજે લીધો હતો.આ ગુનામાં એલસીબી શાખાના અ.પો.કો.અનિલ રામજીએ ઓલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે નવ આરોપીઓ વિરૂધ્ધ પ્રોહીબીશન એકટ કલમ-૬૫(ઇ),૮૧,૮૩,૯૮(૨)મુજબ ગુનો નોંધી વધુ તપાસ એલસીબી શાખાના પીએસઆઇ જે.એસ.કંડોરીયા કરી રહ્યા છે.
ગુનામાં કયા-કયા નવ આરોપીઓ વોન્ટેડ જાહેર થયા?
સુરત શહેરના જહાંગીરપુરા રહેતો [૧ ]નરેશ કાંતિ પટેલ(મુળ રહે લવાછા,તા-ઓલપાડ),[૨]લવાછા ગામના સંજય ઉર્ફે પાંડુ મહાદેવ પટેલ,[૩]દિપક કાંતિ પટેલ,[૪]મારૂતિ અર્ટીગા કાર નંઃજીજે-૫,જેએન-૯૯૪૬ નો ચાલક,[૫]સ્કોડા ફાબીયા કાર નંઃજીજે-૧૫,પીપી-૩૯૯૪ નો ચાલક,[૬]હુંદાઇ કાર નંં.જીજે-૫,જેએસ-૩૫૮૩ નો ચાલક,[૭]નંબર વિનાની મારૂતિ સ્વીફ્ટ ડીઝાઅર કારનો ચાલક,[૮] એકટીવા બાઇક નંં.જી.જે.-૫,પીક્યુ-૯૬૭૮ નો ચાલક,[૯]હોન્ડા યુનિર્કોન નંં.જીજે-૫,એનજે-૫૭૨૦ નો ચાલક ફરાર થઇ જવામાં સફળ રહેતા પોલીસે નવ આરોપીઓને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.
માસ પહેલા સુરત ગ્રામ્ય એલ.સી.બી પોલીસે સુરત સીટી ની હદમાંથી જુગાર ધામ ઝડપાયું હતું અને ત્યારે રેન્જ આઈ.જી એ ઓલપાડ ગ્રામ્ય ની હદ સમજી ઓલપાડ પી.આઈ અને પી.એસ.આઈ સહિત 5 પોલીસ કર્મીને સસ્પેન્ડ કર્યા હતા પરંતુ હવે તો ઓલપાડ પોલીસની હદમાં આવેલ નરથાણ ગામની સીમમાંથી આટલો મોટો દારૂ ઝડપાયો ..ત્યારે હવે કેવી કાર્યવાહી કરશે એના પર સવની નજર