દિનેશભાઇ અડવાણી
ગુજરાત સ્ટેટ રાઇફલ એસોસિએશન દ્વારા ઓયોજીત 55મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપમાં કુલ 12 મેડલ મેળવી ભરૂચ ડીસ્ટ્રીક રાઇફલ એસોસિએશનના 5 શૂટરોએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કરેલ છે.અમદાવાદ ખાતે યોજાયેલ 55મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપમાં જે રાજ્યકક્ષા ની ટુર્નામેન્ટ યોજાઈ ગઈ જેમાં સમગ્ર રાજ્યમાંથી 1200 થી વધુ શૂટરોએ ભાગ લીધો હતો.
55મી ગુજરાત સ્ટેટ શુટિંગ ચેમ્પિયનશીપમાં અમદાવાદ ખાતે તારીખ 6 થી 16મી જુલાઈના રોજ આ આયોજન ગુજરાત સ્ટેટ રાઇફલ શૂટિંગ એસોસિએશન દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના 1200 જેટલા શૂટરોએ ભાગ લીધો હતો.
જેમાં આત્મીય હાયર સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની ખુશી ભરતભાઈ ચુડાસમા એ 0.22 સ્પોર્ટસ રાઇફલમાં 3 પોઝિશન અને પ્રોન પોઝિશન માં 1 ગોલ્ડ અને 2 સિલ્વર મેડલ તેમજ ઓપન સાઇટ એર રાઇફલ પર 1 સિલ્વર અને 2 બ્રોન્ઝ મેળવેલ છે. જ્યારે 0.22 ઓપન સાઇટ સ્ટાન્ડર્ડ રાઇફલ પર સંસ્કાર વિદ્યાભવન સ્કૂલના વિદ્યાર્થી સુજલ સપનકુમાર શાહે 2 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ, ઓપન સાઇટ એર રાઇફલ પર નાસિક ભોંસલા મિલિટરી સ્કૂલમાં અભ્યાસ કરતા ધનવીર હિરેનભાઈ રાઠોડે 1 બ્રોન્ઝ મેડલ, તન્વી ધર્મેશભાઈ જોધાણી એ 0.177 એર પિસ્તોલ આઈ.એસ.એસ.એફ. વુમન કેટેગરીમાં ઇવેન્ટમાં 1 સિલ્વર મેડલ, પૃથ્વીરાજસિંહ પ્રદીપસિંહ રણા એ 0.22 ફ્રી રાઇફલની 50 મીટર 3 પોઝિશમાં બ્રોન્ઝ મેડલ મેળવેલ છે. મેડલ મેળવેલ તમામ શૂટર સહિત દિલ્હી પબ્લિક સ્કૂલના વિદ્યાર્થી અધ્યયન અશોક ચૌધરી અને એ.બી.પી.એસ. સ્કૂલના વિદ્યાર્થી પાર્થસિંહ ક્રિષ્નપ્રતાપસિંહ રાજાવતે પ્રિ નેશનલ માટે ક્વોલિફાઈ થયા છે. આમ ભરૂચના શૂટરોએ રાજ્યકક્ષાએ ભરૂચ જિલ્લાનું નામ રોશન કર્યું છે.